• શનિવાર, 12 જુલાઈ, 2025

નખત્રાણામાં દરજી સમાજની બોક્સ ક્રિકેટ ટૂર્ના.માં પ્રિયા ઈલેવન વિજેતા

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 3 : નખત્રાણા ખાતે નખત્રાણા દરજી યુવક મંડળ આયોજિત બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન-2માં પ્રિયા ઈલેવન વિજેતા જ્યારે આવકાર ઈલેવન રનર્સ રહી હતી.  10 ફ્રેન્ચાઈઝી ટીમોને સાંકળતી આ ક્રિકેટ ટૂર્નાંમાં આર્યા વોરિયર્સ, આવકાર ઈલેવન, પ્રિયા મેન્સવેર, ચામુંડા કેટરર્સ, વિરા મેન્સવેર, રૂદ્રનાથ ઈલેવન, હોનેસ્ટી ઈલેવન, મીસ ફેશન એંજલ ઈલેવન અને ભાગ્યવિધાતાએ ભાગ લીધો હતો. ઈનામ વિતરણમાં ઉપસ્થિત અગ્રણીઓએ રચનાત્મક, ખેલકૂદ, શિક્ષણ તેમજ આરોગ્યલક્ષી કાર્ય કરવાના યુવાનોના પ્રયાસોને બિરદાવ્યા હતા. મેન ઓફ ધ સિરીઝ ઓમ સોલંકી, બેસ્ટ બેટ્સમેન આર્યન ગોહિલ, બેસ્ટ બોલર ધવલ ડાભી રહ્યા હતા. ચેમ્પિયન ટ્રોફીના દાતા વાલજીભાઈ કાનજીભાઈ પરમાર, રનર્સ ટ્રોફીના દાતા મહેશ ગોવિંદ મોઢ તેમજ અન્ય દાતા સ્વ. શંકરલાલ પ્રેમજી સોલંકી, અરવિંદભાઈ સોલંકી, જયેશભાઈ ગોહિલ, હર્ષદભાઈ સોલંકી, પંકજ સોલંકી, કપિલભાઈ ગોહિલ, જ્યારે મોમેન્ટોના દાતા અમિત સોલંકી રહ્યા હતા. ચેતન મોઢ, કિશોર ગોહિલ, ઉમંગ મોઢ, દૃશ્ય મોઢ, મનીષ પરમાર, હિતેશ સોલંકી, નિમાંગ પરમાર જહેમત ઉઠાવી હતી. સંચાલન નીતિન મોઢે કર્યું હતું. કોમેન્ટ્રી મયુર મોઢ, સ્કોરર ભવ્ય મોઢ, આશિષ મોઢએ આપી હતી એવું નીતિનભાઈએ જણાવ્યું હતું.

Panchang

dd