• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

આફ્ટરનૂન ક્લબ દ્વારા માધાપરમાં સુપર સિક્સ ક્રિકેટ સ્પર્ધા યોજાઈ

માધાપર, તા. 4 : ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 36 વર્ષથી ક્રિકેટને જીવંત રાખી આફટરનૂન ક્લબ દ્વારા દર વર્ષે શિયાળાની મોસમમાં 3 મહિના સુધી ક્રિકેટનું આયોજન કરાય છે, જે અંતર્ગત 40 ખેલાડીને સાંકળતી સુપર સિક્સ ટૂર્નામેન્ટ રમાઈ હતી. સુપર સિકસ ટૂર્ના.માં છેલ્લા 10 વર્ષથી માધાપરના પૂર્વ સરપંચ અરજણ ભુડિયા તરફથી ઈનામો અપાય છે. સ્પર્ધામાં ચેમ્પિયન વીર સાવરકર ટીમના કેપ્ટન વિશાલ બારમેડાને વિજેતા ટ્રોફી અરજણભાઈના હસ્તે, તો રનર્સઅપ ટીમ શિવાજી ઈલેવનના કેપ્ટન શિવજી રબારીને જીણાભાઈ ડબાસિયાના હસ્તે ટ્રોફી અપાઈ હતી. મેન ઓફ ધ સિરીઝને પુરસ્કાર વિજય દરજીના હસ્તે, બેસ્ટ બેટ્સમેન શિવજી રબારી, બેસ્ટ બોલર પ્રફુલ્લ સોની, બેસ્ટ ફિલ્ડર પ્રકાશ આહીરને, ઈમર્જિંગ પ્લેયર દીપમ સોનીને ઈનામ અપાયાં હતાં. અરજણભાઈ, જીણાભાઈએ કહ્યું હતું કે, રમતગમત દ્વારા સંગઠન, ખેલદિલીની ભાવના જીવનમાં વિકસે છે. આ પ્રસંગે 36 વર્ષ પહેલાં માધાપરમાં ઈયાન બોથમનાં નામથી જાણીતા વિજય દરજીનું સન્માન કરાયું હતું. 36 વર્ષથી આફટરનૂન ક્લબ સાથે જોડાયેલા મહેશ બારમેડાનું પણ સન્માન કરાયું હતું. આભારવિધિ સુભાષ આહીર, સંચાલન મહેશભાઈએ કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd