ભુજ : મૂળ નખત્રાણાના થૈમ ઇકબાલ મુબારક (ઉ.વ. 36) તે મ. મુબારક રમઝાનના પુત્ર, અનવર અને જુણસના ભાઇ, મુસ્તાક, ફારુકના પિતા, થૈમ સુલેમાન
જુમ્માના જમાઇ તા. 4-2-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-2-2025ના સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન તાહા મસ્જિદ, સંજોગનગર, ભુજ ખાતે.
ભુજ : મૂળ નાગલપરના બચુબેન માધવજી મોતા (ઉ.વ. 93) તે સ્વ. લક્ષ્મીબેન લાલજી મોતાના
પુત્રવધૂ, રાજેશ, દીપક, દિલીપ, રંજન, રસીલાના માતા,
જયશ્રી, મનીષા, રેશ્મા (ટીના),
દીપકભાઇ પ્રાણલાલ માકાણી, સ્વ. નરેન્દ્ર પ્રાણલાલ
માકાણીના સાસુ, મયૂર, જિગર, યશ, કાર્તિક, નંદ, શિવાનીના દાદી, ટ્વિંકલ અને અંકિત લાલજી માકાણીના દાદીસાસુ,
પ્રતીક, અશ્મીના નાની, નીકિતા
અને ભૂમિત અમૃતલાલ બાવાના નાનીસાસુ, મોહનલાલ, સ્વ. જયંતીલાલ, ઝવેરલાલ, જયાબેન
વિશનજી માકાણી, શાન્તાબેન હરિશંકર ઉગાણી, હેમલતાબેન અરવિંદભાઇ માકાણી, ચંચલબેન મહેન્દ્રભાઇ માકાણીના
ભાભી, કસ્તૂરબેન, સ્વ. સાવિત્રીબેન,
કમળાબેનના જેઠાણી, ભાવનાબેન ચંપકલાલ પેથાણી,
મનીષાબેન પંકજભાઇ શર્મા, અંજનાબેન નીલેશભાઇ પેથાણીના
કાકી, સ્વ. ઉમરબાઇ ગોપાલજીના ભત્રીજાવહુ, સ્વ. મણિબેન શિવજી ગેલા બોડા (ગુંદિયાળી)ના પુત્રી, સ્વ.
રામજીભાઇ, સ્વ. લક્ષ્મીદાસ, ચૂનીલાલ,
શાંતિલાલ, સ્વ. હીરબાઇ મગનલાલ ઉગાણી, સ્વ. સાકરબેન પ્રાગજી મોતા, ગં.સ્વ. દમયંતીબેન ભવાનજી
પેથાણી, ગં.સ્વ. લીલાવંતીબેન નારણજી માકાણીના બહેન, જયાબેન, લક્ષ્મીબેન, જશોદાબેન,
નિમુબેનના નણંદ તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-2- 2025ના સાંજે 4થી 5 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગ હોલ, નિર્મળસિંહની વાડી, ભાનુશાલીનગર,
ભુજ ખાતે.
આદિપુર : કાયસ્થ નવીનભાઇ જુગલરાય મહેતા (ઉ.વ. 64) તે સ્વ. કમળાબેન જુગલરાય મહેતાના
પુત્ર, લક્ષ્મીબેનના પતિ, સંજય,
હર્ષિદા રમેશ સોરઠિયાના પિતા, સ્વ. મળીબેન બાબુલાલના
જમાઇ, ઉષાબેન ચમનભાઇ મહેતાના દિયર, સ્વ.
ચમનભાઇ, ગં.સ્વ. ભાવનાબેન, ઇન્દુબેન,
સ્વ. જેવંતીબેનના ભાઇ, સંગીતા, સીમા, દીપા, પૂનમના કાકા,
પ્રીતિ, લીના, દીપા,
રિન્કુ, રાકેશ, પ્રતિમા,
આનંદના મામા, મનોજ, મહેન્દ્ર,
ચંદ્રિકા, અશોકના માસા, હંસાબેન
મેઘજીભાઇના બનેવી, દેવના દાદા, હીર અને
દિવ્યાંશના નાના તા. 3-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-2-2025ના બુધવારે સાંજે 5થી 6 શિવમંદિર, તળાવની બાજુમાં, આદિપુર
ખાતે.
અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) મોહનભાઇ હીરજીભાઇ પરમાર
(પેઇન્ટર) (ઉ.વ. 92) તે વીરમણિબેનના
પતિ, સ્વ. રતનબેન હીરજીભાઇ પરમારના પુત્ર,
સ્વ. ટપુબેન, રસીલાબેન, સ્વ.
રોહિતભાઇના ભાઇ, સ્વ. નીમાબેન રોહિતભાઇના જેઠ, સ્વ. મટુબેન નરશીભાઇ ચૌહાણ (સિનુગ્રા)ના જમાઇ, અરવિંદભાઇ,
સ્વ. દિલીપભાઇ, સુરેશભાઇ, પારૂલબેનના પિતા, કરિશ્મા ધર્મેશ વરૂ, સ્વીટી ધીરેન ચાવડા, ઝેબિન રોહિતભાઇ પરમાર, શેખર રોહિતભાઇ પરમારના મોટાબાપા, મીતાબેન, ગં.સ્વ. સવિતાબેન, રાજેશ્રીબેન, મહેશકુમાર પરમાર (જામનગર)ના સસરા, કોમલબેન, મેહુલ, ભાવેશ, દીક્ષિત,
ચાંદનીના દાદા, વિપુલકુમાર ચૌહાણ (અમદાવાદ),
ભાવિકકુમારના દાદાજી સસરા, નિખિલ, દિશા, ફોરમના નાના, રાજના પરનાના,
જિયા, અંશ, શ્યામાના પરદાદા
તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-2-2025ના બુધવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, અંજાર ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.
માંડવી : મૂળ ભારાપરના લાછબાઇ કાનજી ચૌધરી (ઉ.વ. 100) તે સ્વ. કાનજીભાઇ શિવજી ચૌધરીના
પત્ની, શામજીભાઇ, રતનશીભાઇ,
જેન્તીભાઇ, નવીનભાઇ, સ્વ.
સવિતાબેનના માતા, પરમાબેન, સ્વ. લક્ષ્મીબેન,
લીલાબેન, નર્મદાબેન, શિવજી
વાલજી લિમાણીના સાસુ, કરશન, રામજી કાનજી
વેલાણીના બહેન, રવિલાલભાઇ, પ્રવીણભાઇ,
અંબાલાલભાઇ, ધીરજભાઇ, રાજુભાઇ
ચૌધરીના દાદી તા. 4-2-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 6-2-2025ના
સવારે 8થી 12 અને બપોરે 3થી 5 પાટીદાર પાર્ક
સોસાયટી, માંડવી ખાતે.
મુંદરા : લક્ષ્મીબેન રામજીભાઇ પરમાર (ઉ.વ. 86) તે રવજીભાઇ, સ્વ. હરિલાલભાઇ, સ્વ.
માવજીભાઇ, સ્વ. અરજણભાઇ, સ્વ. શાંતિભાઇ,
સ્વ. મણિબેન, સ્વ. ગોમીબેન, કમીબેન તેજા સોલંકીના માતા તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-2-2025 સુધી નિવાસસ્થાન અરિહંતનગર, મુંદરા ખાતે.
નાના રેહા (તા. ભુજ) : જાડેજા ચતુરસિંહ હિંમતસિંહ (કાકુભા)
(ઉ.વ. 47) તે સ્વ. હિંમતસિંહ ઉમરાજીના
પુત્ર, સ્વ. હનુભા, જગદીશસિંહના
મોટા ભાઇ, સ્વ. દેશળજી, સ્વ. નારણજી,
પ્રતાપસિંહ, મનુભાના ભત્રીજા, ભાણુભા, મંગલજી, રઘુવીરસિંહ,
રતનજી, પ્રવીણસિંહ, પ્રહલાદસિંહ,
ઘનશ્યામસિંહ, રાજદીપસિંહના કાકાઇ ભાઇ તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 7-2-2025ના, સાદડી ગામના ચોરે, નાના
રેહા ખાતે.
કૈલાસનગર-કોટડા (તા. ભુજ) : ચુઇયા શિવજી તેજા મહેશ્વરી (ઉ.વ.
70) તે દેવજી, હરશી, લધુ, ગાંગજી, નેણબાઇ સુમાર ફફલના પિતા, સ્વ. કાનજીભાઇ (માજી સરપંચ-કુંદરોડી)ના ભાઇ, તેજુબેન,
ગંગાબાઇ, હંસાબેન, ડાહીબેનના
સસરા, વિનય, વર્ધમાન, નિખિલ, પ્રેમ, દીપક, સેતલ, નિશા, કૃષ્ણા, સરસ્વતી, ભક્તિના દાદા, સામજી,
પપુ, હંસા, કાન્તા,
શ્રુતિના પરદાદા, સ્વ. વેલાભાઇ દેવા ડુંગરિયાના
જમાઇ, મેઘજી અને પચાણના બનેવી, જયાબેન વિનયના
મોટા સસરા તા. 2-2-2025ના
અવસાન પામ્યા છે. દહાડો તા. 6 અને 7-2-2025ના ગુરુ, શુક્રવારે નિવાસસ્થાન કૈલાસનગર, કોટડા (ભુજ) ખાતે.
સુખપર (તા. ભુજ) : શાન્તાબેન તે પ્રેમજી કરશન શિયાણીના પત્ની, રાજેશભાઇ શિયાણી, હંસાબેન
શિવજી ભુડિયા, રમીલાબેન હરીશ ગોરસિયા, પ્રેમિલાબેન
મનસુખ ખેતાણીના માતા, મંજુબેનના સાસુ, જ્યોતિબેન,
જગદીશ, વિવેકના દાદી, રામજીભાઇ
તથા નારણભાઇ શિવજી શિયાણીના કાકી તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-2-2025ના સવારે 7.30થી 8.30 ભાઇઓનું સ્વામિનારાયણ મંદિર
અને બહેનોનું નિવાસસ્થાને.
શિણાય (તા. ગાંધીધામ) : મોહનભાઇ ભીમજીભાઇ હડિયા (વેજાણી) (ઉ.વ.
62) તે મણિબેન ભીમજીભાઇ હડિયાના
પુત્ર, રસીલાબેનના પતિ, વિશનજીભાઇ,
મહેશભાઇ, ભક્તિબેનના પિતા, વેલજીભાઇ, ગોપાલભાઇ, અમરતલાલ,
કુંવરબેનના ભાઇ, ભવ્ય, નવ્ય,
વેદ, માધવના દાદા તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-2-2025ના બપોરે 3થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી (વૃંદાવન વાડી), શિણાય ખાતે.
મેઘપર બોરીચી (આદિપુર) : મૂળ કંડલા નિવાસી હાલ આદિપુર ગોસ્વામી
જગદીશગિરિ શંકરગિરિ (ઉ.વ. 74) (નિવૃત્ત ભારત
પેટ્રોલિયમ કર્મચારી) તે સ્વ. સુંદરબેન શંકરગિરિના પુત્ર, પ્રભાબેનના પતિ, સ્વ.
કિશોરગિરિ, સ્વ. દુલીચંદગિરિ, સ્વ. કનૈયાગિરિ,
સ્વ. મનોહરગિરિ, સ્વ. શ્યામગિરિ, સ્વ. મોહનગિરિના ભાઈ, ગં.સ્વ. લીલાબેન, સ્વ. રુકમણિબેન, ગં.સ્વ. કમળાબેન, ગં.સ્વ. શારદાબેનના દિયર, ગં.સ્વ. સરસ્વતીબેનના જેઠ,
કલ્પનાબેન, જિતેન્દ્રગિરિ, મીનાક્ષીબેન, વર્ષાબેન, હિતેશગિરિના
પિતા, મહેશગિરિ (નાગોર), રમેશગિરિ (આદિપુર),
રામકૃષ્ણગિરિ (નાગલપર), કાજલબેન, વનીતાબેનના સસરા, સ્વ. દેવુબેન ખીમપુરી (ખંભરા)ના જમાઈ,
સ્વ. હેમપુરી તથા રસિકપુરી (ખંભરા)ના બનેવી, વિનોદગિરિ,
હરિગિરિ, અશોકગિરિ, શંભુગિરિ,
નીલેશગિરિ, આશાબેન જગદીશ કંથડ, દક્ષાબેન પ્રકાશગિરિ, ગાયત્રીબેન, રેખાબેન, કંચનબેનના કાકા, જાનવીગિરિ,
ક્રિશગિરિ, દક્ષગિરિના દાદા, શ્વેતા, દીપગિરિ, શ્રુતિ,
જાનકી, ધ્રુવગિરિ, વેદગિરિ,
યશગિરિ, ત્રિશના, મિલન,
દિયા, પ્રાર્થનાના નાના તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-2-2025ના ગુરુવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી,
કપિલ મુનિ આશ્રમની બાજુમાં, આદિપુર ખાતે. લૌકિક
વ્યવહાર તેમજ ધાર્મિકવિધિ તા. 14-2-2025ના શુક્રવારે નિવાસસ્થાન પ્લોટ નંબર 242, વિજયનગર, લીલાશાહ કુટિયાની બાજુમાં, મેઘપર બોરીચી, આદિપુર ખાતે.
તુણા (તા. અંજાર) : હરિકુંવરબેન (ઉ.વ. 51) તે સ્વ. ગુસાંઇ અમૃતબેન રણછોડગરના
પુત્રી, ગુસાંઇ માધવગર, તારાબેન,
નટવરગર (નીલેશ) (વીડી)ના બહેન, ગુસાંઇ વિજયાબેન
ધનગર (કોટડા)ના ભત્રીજી, ચંચલભારથી, નારાણભારથી,
રમણીકભારથીના ભાણેજી તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-2-2025ના સાંજે 4થી 5 પાંજરાપોળ શેરી સમાજવાડી,
તુણા ખાતે.
ત્રગડી (તા. માંડવી) : ભુકેરા હાજિયાણી હાજરામા (ઉ.વ. 92) તે મ. હાજી રહેમતુલ્લાહ (હાડવૈદ્ય)ના
પત્ની, મ. હાજી સુલેમાન હારુન (મૌલાના)ના બહેન,
અનવરભાઇ (માજી સરપંચ), અલીબાવા, ઇસ્માઇલ (વૈદ્ય)ના માતા, હાજી અબુબકર, ઉમર બાવા, મો. રફીકના સાસુ, ઇકબાલ,
રશીદ, ઇમ્તિયાઝ, અનીશ,
મોહસીન, વસીમના દાદી તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 7-2-2025ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ત્રગડી ખાતે.
વાંકી (તા. મુંદરા) : મૂળ ખેડબ્રહ્માના ઇન્દુકુમાર રામશંકર જોષી
(ઉ.વ. 91) તે લક્ષ્મીબેનના પતિ, સ્વ. નાનજી કલ્યાણજી કેશવાણી (વાંકી)ના જમાઇ,
રાજેશભાઇ, અજિતભાઇ, જાબલભાઇ,
હિનાબેન વિપુલકુમાર, કવિતાબેન પરેશકુમારના પિતા,
સ્વ. પોપટભાઇ, સ્વ. શાંતિલાલ, નવીનભાઇ, સ્વ. બબીબેન રામજીભાઇ, સ્વ. જયાબેન દલસુખભાઇ, ગં.સ્વ. નીરૂબેન ઝવેરીલાલના બનેવી
તા. 3-2-2025ના ખેડબ્રહ્મા ખાતે અવસાન પામ્યા
છે.
લાખાપર (તા. મુંદરા) : ટ્વિંકલ માંગલિયા (ઉ.વ. 20) તે રમીલાબેન ખેતશી માંગલિયા
(મહેશ્વરી)ના પુત્રી, વાલબાઇ પૂંજા
કારાના પૌત્રી, સુંઢા કેશવલાલ ગંગારામ (ગાંધીધામ)ના દોહિત્રી
તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું
જૂનો મહેશ્વરીવાસ, લાખાપર (તા.
મુંદરા) ખાતે.
ભદ્રેશ્વર (તા. મુંદરા) : જાડેજા ચતુરાસિંહ બાબુભા (જી.ઇ.બી.
નિવૃત્ત) (ઉ.વ. 62) તે જાડેજા
નટુભા બાબુભાના મોટા ભાઈ, જાડેજા પ્રદીપાસિંહ,
જાડેજા જિતેન્દ્રાસિંહના પિતા, શક્તાસિંહના મોટાબાપુ,
વિશ્વરાજાસિંહ, યશરાજાસિંહના દાદા તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 7-2-2025ના શુક્રવારે તથા ઉતરક્રિયા
તા. 15-2-2025ના, સાદડી દરબારગઢ ડેલીએ.
મોટા કાંડાગરા (તા. મુંદરા) : સામત પત્રામલ ગઢવી (ગેલવા) (ઉ.વ.
68) તે હાંસબાઇના પતિ, ભોજરાજ, જેતબાઇ,
નાગશ્રી, લક્ષ્મીના પિતા, રાણબાઇ, લક્ષ્મીબેનના ભાઇ, મેઘરાજ,
હરજી, પુનશીના દાદા તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાને મોટા કાંડાગરા વાડીવિસ્તાર ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 14-2-2025ના શુક્રવારે.ઐ
લક્ષ્મીપર-નેત્રા (તા. નખત્રાણા) : કાનજી મનજી કુંવટ (ચામુંડા
માના બળુવા) (ઉ.વ. 62) તે ગં.સ્વ.
ડાઇબાઇ તથા સ્વ. મનજી ખેંગાર કુંવટ (મથલ)ના પુત્ર,
માનબાઇના પતિ, સ્વ. બાબુલાલ, અમૃત, કિશોર, નરશીં, સ્વ. ગોવિંદના ભાઇ, આચાર વાલજી કુંવટ (નેત્રા)ના કાકાઇ
ભાઇ, દમયંતીબેન કાંતિલાલ ગોરડિયા (કોટડા-મઢ), ભગવતીબેન રતનભાઇ પાયણ (ઝુરા), નર્મદાબેન શંકરલાલ તુરડિયા
(મિરજાપર), મંજુલાબેન કાંતિલાલ ઓઢાણા (ઝુરા), ધનજી, દીપક, રાધાના પિતા,
પ્રિયાંશ, દિવ્યમ, જેન્શીના
દાદા, હંસાબેન ધનજીના સસરા, શંકર બાબુલાલ,
સંજય બાબુલાલ, પીયૂષ અમૃત, મહેન્દ્ર કિશોર, ચંદુલાલ કિશોર, ભારતીબેન મોહનલાલ ભધરૂ (નેત્રા), પારૂબેન જયંતીલાલ બુચિયા
(નરેડી)ના મોટાબાપા, હીરજી આચાર, કીર્તિ
આચાર, શક્તિ આચાર (નેત્રા)ના કાકા, સ્વ.
ધનજી સુમાર બલિયા (શ્રી વીરારા દાદાના ભૂવા) (લક્ષ્મીપર-નેત્રા) તથા રામજી સુમાર બલિયા
(જી.ઇ.બી.-નખત્રાણા)ના જમાઇ, નાગજી, રાજેશ,
અર્પિત, હીરબાઇ શંકર કુંવટ (ટોડિયા), સોનબાઇ લાલજી ભધરૂ (મથલ), જીવાંબાઇ દિનેશ કુંવટ (ટોડિયા)ના
બનેવી તા. 4-2-2025ના
અવસાન પામ્યા છે. બારસ તા. 6-2-2025ના
ગુરુવારે સાંજે આગરી તથા તા. 7-2-2025ના
શુક્રવારે ઘડાઢોળ નિવાસસ્થાન લક્ષ્મીપર-નેત્રા ખાતે.
દનણા (તા. નખત્રાણા) : મનુભા મંગલજી સોઢા (ઉ.વ. 38) તે સ્વ. સોઢા મંગલજી ગોવિંદજીના
પુત્ર, કરસનજી, નટુભાના ભત્રીજા,
જયેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહના મોટા ભાઇ,
ભવ્યરાજસિંહના મોટાબાપુ, દેવુભા, વિજયસિંહ (નાની મઉં), જાડેજા બળવંતસિંહ (વડવા કાંયા)ના
સાળા, જાડેજા મંગલજી, જીલુભા, કાનુભા (બાળા)ના ભાણેજ, વંકાજી, ટપુભા, કોળધરજી, રાણુભાના ભત્રીજા
તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી
દનણા સમાજવાડી ખાતે.
નાના અંગિયા (તા. નખત્રાણા) : વિશ્રામભાઇ કેશરાભાઇ મેઘાણી (રૂડાણી)
(ઉ.વ. 64) તે સ્વ. કેશરા જીવરાજભાઇના
પુત્ર, સાવિત્રીબેનના પતિ, શિવદાસભાઇ,
લાલજીભાઇ (તલોદ)ના નાના ભાઇ, લીલાબેન (નખત્રાણા),
જ્યોત્સનાબેન (આણંદસર), હિંમતભાઇના પિતા,
રમેશભાઇ (તલોદ), મગનભાઇ (તલોદ)ના કાકા,
ખીમજી નારણભાઇ રૈયાણી (નખત્રાણા)ના જમાઇ તા. 4-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 8-2-2025ના શનિવારે સવારે 8.30થી 10.30 નિવાસસ્થાન નાના અંગિયા (જિયાપર)
ખાતે.
દયાપર (તા. લખપત) : મણિબેન વિઠ્ઠલદાસ ગટ્ટા (ઉ.વ. 83) તે વાલબાઇ દેવજીભાઇ પૂંજા કોટકના
પુત્રી, સ્વ. નેણશીભાઇ, સ્વ. ખીમજીભાઇ,
સ્વ. આશાનંદભાઇ (દયાપર), સ્વ. કાંતિલાલભાઇ (ઉધના-સુરત),
ઠા. રવજીભાઇ દેવજીભાઇ (દયાપર), દમયંતી દામજી મજેઠિયા
(સુરત)ના બહેન તા. 3-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-2-2025ના બુધવારે સાંજે 4થી 5 લખપત તાલુકા
લોહાણા સમાજવાડી, દયાપર ખાતે.
કપુરાશી : ટેકચંદ કાનજીમલ રાજગોર (ઉ.વ. 63) તે સ્વ. કાનજીમલ દેવજીમલ રાજગોરના
પુત્ર, સ્વ. સોનજી, શંકરલાલ,
સ્વ. સગાળાજી, ડો. રાવતાજી (લોડાઇ), ઇશ્વરલાલ, ડો. બાબુલાલ (સાતા-રાજસ્થાન)ના ભાઇ,
ઉત્તમ, રમેશ (સરપંચ કપુરાશી), ડો. અરવિંદ (માનકૂવા), પીયૂષ, કપિલાબેનના
પિતા, જયદ્રથ, વિજય, કાવ્યા, હર્ષ, પાર્થવી,
વંશિકાના દાદા તા. 3-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કપુરાશી ખાતે.