• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ અંજારના લોઢિયા કાસમ લતીફ ઇબ્રાહિમ (સુન્નતવાળા) (ઉ.વ. 75) તે મ. હાજી અલીમામદ, અબુબખરના ભાઇ, સરફરાજના પિતા, શબ્બીરહુશેનના દાદા, ફરીદઅલી કાસમ, ઝાકીરહુશેનના કાકા, મ. ઓસમાણ બુઢા (ઢોલિયા)ના જમાઇ, મમદઅલી, અબ્બાસ, કાસમના બનેવી, સિદ્ધિક જાનમામદ, અબ્દુલ બસીરના સસરા તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-1-2025ના ગુરુવારે સવારે 10થી 11 ચાકીવાલા જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.

આદિપુર : ગં.સ્વ. પ્રીતિબેન (મીનાબેન) ઠક્કર (ગંધા) (ઉ.વ. 59) તે સ્વ. પ્રવીણભાઇ રતિલાલ ઠક્કર (ગંધા)ના પત્ની, સ્વ. નર્મદાબેન રતિલાલ ગંધાના પુત્રવધૂ, સ્વ. રામજીભાઈ ગણેશ સોમેશ્વર (અંજાર)ના પુત્રી, ભ્રાંતિ, કલ્પેશ, પ્રતીકના માતા, નિશાબેન, ધારાબેન, અમિતકુમાર પાદરાઈ (અંજાર)ના સાસુ, જગદીશભાઈ, સુરેશભાઈ, મનોજભાઈના ભાઈના પત્ની, વિજ્યાબેન જગદીશભાઈના દેરાણી, જયશ્રીબેન સુરેશભાઈ, કામિનીબેન મનોજભાઈના જેઠાણી, ગં.સ્વ. વિદુબેન કાંતિલાલ સાયતા, અરૂણાબેન સુરેશકુમાર સચદે, સ્વ. મીનાબેન હરીશકુમાર સોમેશ્વર, પ્રવીણાબેન અશોકકુમાર પોપટ (મુંબઈ)ના ભાભી, રાજન, ધવલના કાકી, યોગેશ, પ્રીતના મોટામા, જિતેન્દ્ર, દક્ષાબેન (હાજાપર), અલ્પાબેન (ગાંધીધામ)ના મોટા બહેન,  નક્ષ, કાવ્યા, વૈદેહી, હર્ષિતના દાદી, ક્રિશા અને ઓમના નાની તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 મૈત્રી સ્કૂલ, આદિપુર ખાતે.

ભુજ  : ગં.સ્વ. ગંગાબેન (ઉ.વ. 85) તે રેવાગર દામોદર (બારોઇવાળા)ના પુત્રી, સ્વ. નારાણગર જેરામગર (મઠવાળા)ના પત્ની, સ્વ. ગવરીગર કાનગરના ભાભી, સ્વ. ભાણગર કાનગર (રાપર)ના નાના ભાઇના પત્ની, સ્વ. વિઠ્ઠલગર તુલસીગર (ભુજ), નટવરગર (ભચાઉ), સ્વ. વિનોદગર (રાપર)ના કાકી, સ્વ. તુલસીગર, સ્વ. દયાલગર, સ્વ. જવેરગર, સ્વ. કરસનગિરિ (બારોઇ)ના બહેન, તુલસાબેન, સ્વ. મોહનગર, ભાવનાબેન, હર્ષાબેનના માતા, જાદવગિરિ ખુશાલગિરિ, ગં.સ્વ. ગીતાબેન, સ્વ. લક્ષ્મગરના સાસુ, દીપગિરિ, શ્રદ્ધાબેન કાળુભાઇ આહીરના દાદી, પ્રવ્યાના પરદાદી, ભારતી, ધ્રુમિક, રૂકેશ, વિશાલ, મહેશ, તન્વી, ભરત, ચંદ્રેશના નાની તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.

અંજાર : સોની કિશોરકુમાર બારમેડા (ઉ.વ. 67) તે સ્વ. ગોદાવરીબેન ધનજીભાઇ બારમેડાના પુત્ર, મંજુલાબેનના પતિ, સ્વ. સોલંકી સાકરબેન વેલજીભાઇ (ભચાઉ)ના જમાઇ, સ્વ. પ્રાણલાલભાઇ, સ્વ. કાન્તિલાલભાઇ, સ્વ. પ્રકાશભાઇ (ભુજ), સ્વ. મંગળાબેન (અંજાર), મણિબેન (મુંબઇ), ત્રિવેણીબેન (ભુજ)ના ભાઇ, સ્વ. હરિલાલભાઇ, જયંતીભાઇ, કીર્તિભાઇના સાળા, વૈશાલી કિરીટ (ભુજ), સપના ચિંતન (ભુજ), નંદીશ (કલાકૃતિ સ્ટડી સેન્ટર)ના પિતા, ગં.સ્વ. હંસાબેન, ગં.સ્વ. ચંદ્રિકાબેનના દિયર, સચિન, પ્રિન્સ, પ્રશાંત, નીમુ, કલ્પના, નીતા, અનિતા, નીતાના કાકા, હેત્વી, હર્ષ, નિવાનના નાના, મૌર્ય, નીરવી, જિયાંશના દાદા, ચમનભાઇ વેલજીભાઇ કંસારા (એડ.-ભચાઉ), સ્વ. જશવંતીબેન વિઠ્ઠલદાસ (રાજકોટ)ના બનેવી, ગં.સ્વ. ઉર્મિલાબેનના નણદોયા, જિજ્ઞેશ (બી.ઓ.આઇ. એમ.-ભચાઉ), સ્વ. બિના, લીના, ડો. અનિલ મેવાડાના ફુઆ, અમૃતલાલભાઇ સોલંકી (ભુજ), હર્ષદભાઇ બુદ્ધભટ્ટી (ભુજ)ના વેવાઇ તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-1-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 મારૂ કંસારા સોની સમાજવાડી, અંજાર ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) પ્રદીપભાઇ મણિલાલ સોલંકી (ઉ.વ. 52) તે સ્વ. મુક્તાબેન જયરામભાઇ સોલંકીના પુત્ર, હિનાબેનના પતિ, મનોજભાઇ (કિશોર), મણિલાલ, સ્વ. રેણુકાબેનના ભાઇ, દીપ તથા રિચિતાના પિતા, બ્રિગેશના કાકા, સ્વ. નાનાલાલ લગધીરભાઇ (કુકમા)ના જમાઇ તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-1-2025ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજ ભવન ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

અંજાર : મંગલજી ધનજી સથવારા (ભુજપરિયા) (લક્ષ્મી લોજવાળા - પૂર્વ કારોબારી ચેરમેન અંજાર નગરપાલિકા) (ઉ.વ. 72) તે સ્વ. રાધાબેન ધનજીભાઇ સથવારાના પુત્ર, દમયંતીબેનના પતિ, શાંતાબેન, સ્વ. સાકરબેનના ભાઇ, ચંદ્રેશભાઇ, ભાવનાબેન, કમલબેન, દિવ્યાબેન, દીપાબેન, હસ્મિતાબેન, પૂજાબેન, સ્વ. હર્ષાબેનના પિતા, નીતાબેન, ચુનિલાલભાઇ, લાલજીભાઇ, ધનજીભાઇ, મનીષભાઇ, દીપકભાઇ, કલ્પેશભાઇના સસરા, રિદ્ધિ, પ્રેમ, કિયાના દાદા, અદિતિ, હર્ષ, અભિષેક, હિરલ, શ્રી, વેદિકા, તનિષા, હેત, વંશના નાના તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-1-2025ના બુધવારે સાંજે 5થી 6 જાગેશ્વર મહાદેવ મંદિર, રામકૃષ્ણ મહાવીર નગર-2, અંજાર ખાતે.

અંજાર : પ્રવીણચંદ્ર અમીચંદ કંદોઇ (ઉ.વ. 79) તે સ્વ. કનકબેન અમીચંદ કંદોઇના પુત્ર, સ્વ. લક્ષ્મીબેનના પતિ, સ્વ. જમનાદાસ અમીચંદ કંદોઇના મોટા ભાઇ, સ્વ. જોસનાબેન જમનાદાસના જેઠ, રાજેશ, રાજુભાઇ (ગાંઠિયાવાળા), અંજનાના પિતા, જિતેન્દ્ર, કેતન, ભાવનાના મોટાબાપા, લતાબેન રાજુભાઇ, કમલેશ (માંડવી)ના સસરા, યોગિતા જિતેન્દ્ર, પ્રિયા કેતન, દીપક (કોઇમ્બતુર)ના મોટા સસરા, સ્મિત, ઓન્સી, સ્નેહ, નમન, નંદનીના દાદા, વૈભવી, દીપેન, જિયા, જયના નાના તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-1-2025ના બુધવારે સાંજે 4થી 5 ભરેશ્વર મહાદેવ મંદિર, દેવળિયા નાકા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

અંજાર : ગં.સ્વ. સવિતાબેન (ઉ.વ. 90) તે સ્વ. પરસોત્તમગિરિ વાલગિરિ ગોસ્વામીના પત્ની, સ્વ. નારણગિરિ શ્યામગિરિ (નોલી)ના પુત્રી, સ્વ. શંભુગિરિના બહેન, સ્વ. સાવિત્રીબેન વેલગિરિ ગોસ્વામીના ભાભી, ભારતીબેન રમેશગિરિ (અંજાર), સ્વ, પ્રીતમગિરિ, જશવંતગિરિ, ચંદ્રિકાબેન સુરેશગિરિ (મંજલ), નાગનાથ મહાદેવ મંદિર-અંજારના મહંત રાજેન્દ્રગિરિ, સ્વ. મહાદેવગિરિ, હિંમતગિરિના માતા, તારાબેન જશવંતગિરિના સાસુ, ચંદ્રિકાબેન દિનેશગિરિ (બોટાદ), મહેન્દ્રગિરિ શંભુગિરિ (ટુંન્ડેશ્વર મહાદેવ મંદિર-નોલી)ના ફઈ, સુરજગિરિના મામી, દર્શનગિરિ, ગૌતમગિરિ, કોમલબેન પ્રશાંતગિરિ (ગાંધીધામ)ના દાદી, જલ્પાબેન ગૌતમગિરિના દાદીસાસુ, ભાવિનગિરિ, અંજલિ, અલ્કેશગિરિ, હાર્દિકગિરિ, હરસિદ્ધિના નાની, માનવગિરિના પરદાદી, મંત્રગિરિના પરનાની તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

મુંદરા : થેબા હમીદ ઇલિયાસ (ઉ.વ. 64) તે હાજીના ભાઇ, કાસમ, સલીમ, યાસ્મીનના પિતા, અમીનના કાકા, સલીમ, એજાજના મામા, રેહાનાના નાના, અબ્દુલકાદર પટેલના સસરા તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-1- 2025ના ગુરુવારે સવારે 10થી 11 કાંઠાવાળા નાકા મુસ્લિમ જમાતખાના, મુંદરા ખાતે.

રાપર : ઠા. મગનલાલ (ઉ.વ. 86) તે સ્વ. સાકરબેન લવજીભાઈ માનસંગભાઈ રામાણીના પુત્ર, અંબાબેનના પતિ, ભરત, મહેન્દ્ર, સીતાબેન તુલસીભાઈ (દિલ્હી), નિર્મળાબેન રાજેશભાઈ (ગાંધીધામ), જયશ્રી (નિકી) અતુલભાઈ (આદિપુર)ના પિતા, સ્વ. મણિલાલ (મુંબઈ), સ્વ. હરજીવનભાઈ, સ્વ. જેઠાલાલ (આણંદ)ના ભાઈ, સ્વ. ગોપાલજી લવજી આચાર્યના જમાઈ, હરિલાલ તથા વિસનજીભાઈના બનેવી, હંસાબેન, નયનાબેન, તુલસીભાઈ, સ્વ. રાજેશભાઈ, અતુલભાઈના સસરા, આરતીના દાદાજી સસરા, કિસન (કાર્તિક), જાગૃતિ, વર્ષા, સુહાની, સ્નેહાના દાદા, દર્શના, પ્રીતિ, અભિષેક, હેન્શી, સ્વીટી, ખુશી અને હિતેશના નાના, ખીમજી પોપટલાલ, અમરશી પોપટલાલના કાકાઈ ભાઈ, લાલજીભાઈ, ગાવિંદજીભાઈ અને દયારામભાઈના ભાણેજ, ભવ્ય અને અનાદીના પરદાદા, મીના, કિરીટ, અશોક, નીતિન, જગદીશ, કમલેશ, હંસા, ઊર્મિલા, પ્રકાશ, રાજેશ, નીતાના મોટા બાપા, સ્વ. કંકુબેન, ગવરીબેન, દમયંતીબેનના જેઠ તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ખેડબ્રહ્મા (સાબરકાંઠા)ના ચુનિલાલભાઇ માવાણી (ઉ.વ. 70) તે સ્વ. કાન્તાબેન નારણભાઇ રામજીભાઇ માવાણીના પુત્ર, કમળાબેનના પતિ, નયનાબેન (હિંમતનગર), અનસૂયાબેન (અમદાવાદ), પ્રીતિબેન (ભુજ), રૂપેશભાઇ, તેજસભાઇ (હેચ એન્ટરપ્રાઇઝ-ભુજ)ના પિતા, દિનેશભાઇ (હિંમતનગર), અમૃતભાઇ (અમદાવાદ), જયંતીભાઇ (જે. ભૂમિચરણ એન્ટરપ્રાઇઝ-ભુજ), શોભનાબેન, જ્યોતિબેનના સસરા, સુજલ, હેનીના દાદા, શ્વેત, સોહમ (હિંમતનગર), પ્રિયા, જેનિલ, આરનવ (અમદાવાદ), પૂજન, અનેરી (ભુજ)ના નાના, ભોગીલાલભાઇ (વડાલી), લલિતભાઇ (ખેડબ્રહ્મા), અરૂણાબેન (મુંબઇ)ના મોટા ભાઇ, જયનાબેન (વડાલી), દર્શનાબેન (ખેડબ્રહ્મા)ના જેઠ, શશિકાંતભાઇ (મુંબઇ)ના સાળા, હેતલબેન (અંજાર), કુલદીપભાઇ (વડાલી), ડો. ધવલભાઇ, ડો. યશભાઇ (ખેડબ્રહ્મા)ના મોટાબાપા, સ્વ. કુંવરબેન ખેતાભાઇ વાલજી ભગત (વડાલી કંપા)ના જમાઇ, ગંગારામભાઇ ભોગીલાલભાઇ, સ્વ. ઝવેરબેન (ધરોલ કંપા), સ્વ. કાંતાબેન (કરબોઇ), સ્વ. કેસરબેન (પ્રતાપગઢ કંપા)ના બનેવી તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 કડવા પાટીદાર સમાજવાડી, લવાસા રેસિડેન્સી પાસે, ગોકુલધામ રોડ, માધાપર (નવાવાસ) ભુજ ખાતે.

નારાણપર (તા. ભુજ) : તિલક સુરેશકુમાર મણિલાલ (ઉ.વ. 63) તે સ્વ. વિમળાબેન તથા લીલાવંતીબેન મણિલાલ મોરારજી તિલકના પુત્ર, ભાનુમતિબેનના પતિ, અનિલ, ચેતનાબેન, નયનાબેન, સ્વ. કલ્પેશભાઇ, મિત્તલબેનના મોટા ભાઇ, સ્વ. કૈલાસબેન ગિરધરલાલ શંકરલાલ આચાર્ય (રતનાલ)ના જમાઇ, કરણ, સ્નેહા, કુશલના પિતા, પ્રિયંકા, ખુશાલ, ઓમ, રુદ્રના મોટાબાપા તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-1- 2025ના સાંજે 4થી 5 વૈષ્ણવ સમાજવાડી, મહાજન નગર, નારાણપર ખાતે.

ભારાપર (તા. ભુજ) : મેગજી આલા જેપાર (ઉ.વ. 65) તે. સ્વ. દેવલબેન આલા જેપારના પુત્ર, આત્મારામ, સ્વ. આસમલ, હરજી, માવજી, નાનજી, લાલજી, વાલબાઈ ગોપાલ અબચૂંગ (ભારાપર), મેગબાઈ કાનજી નોરિયા (તલવાણા), રાજબાઇ રમેશ ફફલ (મેઘપર)ના ભાઈ, ભાણબાઈના પતિ, મનીષ (મીઠુ), કાનજી, ગીતા (બારોઇ), પ્રેમીલા (મોટા આસંબિયા), જમના (કાંડાગરા)ના પિતા, કસ્તૂર, સ્વ. પ્રવીણભાઈ ફફલ, ભીમજી એડિયા, દામજીભાઈ સિંચના સસરા, વિદ્ધિ, ધ્વનિત, નૈતિકના દાદા,  સ્વ. પચાણ લધા હિંગણા (દરશડી)ના જમાઈ તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન મહેશ્વરીવાસ, ભારાપર ખાતે.

ઝુરા (તા. ભુજ) : જખુભાઇ ગોપાલભાઈ મોરારજી ભાનુશાલી (ઉ.વ. 75) તે લક્ષ્મીબેનના પતિ, દીપક, મોહન, મણિબેન નરેશભાઈ ચુનડા (જામનગર), રસીલાબેન ખેતશીભાઈ ચાંદ્રા (જામનગર), સવિતાબેન કિશોરભાઈ ભદ્રા (જામનગર)ના પિતા, દેવજીભાઈ, રતનભાઈ, લક્ષ્મીદાસ, ડાઈબેન ચંદુલાલ ગજરા (નિરોણા), ડીકુબેન મીઠુભાઈ ભદ્રા (માધાપર), લાલુબેન અશોકભાઈ નંદાના ભાઈ, કરણ, પ્રીત, ભક્તિના દાદા, સ્વ. જેરામભાઈ કલ્યાણજી ગજરા (નિરોણા)ના જમાઈ, સ્વ. કુબરબેન વેલજીભાઈ મીઠિયાના દોહિત્ર તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-1-2025ના ગુરુવારે સવારે 9થી સાંજે 5 સુધી ભાનુશાલી કોમ્યુનિટી હોલ, ઝુરા ખાતે.

ખેડોઇ (તા. અંજાર) : મૂળબાઇ (ઉ.વ. 85) તે સ્વ. સવગણભાઇ પ્રેમજીભાઇ છાભૈયાના પત્ની, સ્વ. ચંદુલાલ, સ્વ. દેવરામભાઇ, સ્વ. રમેશભાઇના માતા, ગંગાબેન, કૈલાસબેન, સંગીતાબેનના સાસુ, કિશોર, જગદીશ, જયદીપ, નિખિલ, પ્રિન્સ, હિરલના દાદી, સ્વ. ધનજીભાઇ રત્નાભાઇ ભોજાણીના બહેન તા. 20-1-2025ના અવસાન પામ્યા છે.

ભુજપુર (તા. મુંદરા) : જયશ્રીબેન (ઉ.વ. 74) તે સ્વ. મનુભાઇ પી. વાળાના પત્ની, રંભાબેન શિવજી ચૌહાણ (ધંધુકા)ના પુત્રી, મુકેશ, કમલેશ, દિનેશ, હર્ષાબેનના માતા, મુકેશભાઇ (ખેડા), ધર્મિષ્ઠાબેન, નીશાબેન, હેતલબેનના સાસુ, હાર્દિક, ભક્તિ, શિવાની, વિવેક, પલક, ધ્રુવી, ધાર્મીના દાદી, કરણ, દર્શન, દીક્ષિતાના નાની તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-1-2025ના સાંજે 4થી 5 નિવાસસ્થાન ભુજપુર ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : અશોકગિરિ (ઉ.વ. 59) તે સ્વ. પ્રભાબેન તથા ભાનુબેન શંભુગિરિ ગૌસ્વામી (સંઘડવાળા)ના પુત્ર, કાનુપ્રિયાબેનના પતિ, શારદાબેન (લંડન), વિજયગિરિ, મહેશગિરિ, કાશ્મીરાના ભાઇ, અનુપગિરિ, રમણીકગિરિ, મંગલગિરિ, લધુગિરિ, સ્વ. શાંતિગિરિ, સ્વ. પ્રવીણગિરિના ભત્રીજા, ગિરીરાજગિરિના પિતા, સ્વ. ભગવાનગિરિ લાલગિરિ (ગાંધીધામ)ના દોહિત્ર, સ્વ. અમૃતગિરિ, ગૌરીગિરિ, તુલસીગિરિ, ધીરજગિરિ, મંગલગિરિ, સ્વ. લીલાવંતીબેન લધુગિરિ, મંજુલાબેન સુખપુરી, જ્યોતિ માતાજી, મંગળાબેનના ભાણેજ તા. 19-1-2025ના આસામ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 23-1-2025ના સાંજે 4થી 5 દખણાદી જાડેજા સમાજવાડી, મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભુજપુર ખાતે.

ગેલડા (તા. મુંદરા) : મંગુભા જાલુભા જાડેજા (ઉ.વ. 58) તે કનકસિંહ, નિતેશસિંહ, વર્ષાબા, આશાબાના પિતા, સ્વ. કલુભા, સ્વ. મહોબતસિંહ, ભગુભા, સ્વ. કંચનબા, નંદુબાના ભાઇ, હનુભા, ખેંગારજી, ટપુભા, કિરીટસિંહ, મહેન્દ્રસિંહ, અશ્વિનસિંહ, ધર્મેન્દ્રસિંહના કાકા તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21થી 25-1-2025 સુધી રાજપૂત ક્ષત્રિય સમાજવાડીમાં. ઉત્તરક્રિયા તા. 31-1-2025ના નિવાસસ્થાને.

ગોધિયાર મોટી (તા. નખત્રાણા) : ખેતસિંહ કરશનસિંહ સોઢા (ઉ.વ. 100) તે સ્વ. રાણસિંહના ભાઇ, સ્વ. લછમણસિંહ, સ્વ. બચેસિંહ, ચીમજી, ચેનસિંહ, ભમરસિંહ, સવાઇસિંહના કાકાઇ ભાઇ, ચતરસિંહ, સૂરસિંહ, ઘનશ્યામસિંહના પિતા, માધુભા, જીલુભા, ગુમાનસિંહ, સૂરસિંહ (બી.), મહિપતસિંહ, બળવંતસિંહ (એસ.), પ્રતાપસિંહ, ગેમરસિંહ, હનુભા, તખતસિંહ, સૂરસિંહ (સી.), બળવંતસિંહ (સી.), પ્રવીણસિંહ, ભૂપતસિંહ, દશરથસિંહના મોટાબાપુ, વાઘજી, કલ્યાણસિંહ, અશોકસિંહ, ભરતસિંહ, ધર્મેન્દ્રસિંહ, અશ્વિનસિંહ, મીતરાજસિંહ, રુદ્રરાજસિંહ, શક્તિસિંહ (બી.)ના દાદા તા. 18-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને મોટી ગોધિયાર ખાતે. ઘડાઢોળ તા. 27-1-2025ના અને બારસની વિધિ તા. 28-1-2025ના.

મઉં મોટી (તા. માંડવી) : મણિબેન ખાનિયા (ભાનુશાલી) (ઉ.વ. 80) તે સ્વ. શંભુલાલ ખીમજી લાલજીના પત્ની, સ્વ. લખમીબાઇ વિરજીભાઇ માવના પુત્રી, સ્વ. લક્ષ્મીદાસ ખીમજીના નાના ભાઇના પત્ની, રામજીભાઇ, જયંતીભાઇ, મહેન્દ્રભાઇ, વિઠ્ઠલભાઇ, રસીલાબેન, નિર્મળાબેનના માતા, વિમળાબેન, મંજુલાબેન, પદમાબેન, ભાવનાબેન, નારણભાઇ રણછોડભાઇ, જિતેન્દ્રભાઇ શંભુભાઇના સાસુ, પરસોત્તમભાઇ, વેલજીભાઇ, રવજીભાઇ, સ્વ. બાબુલાલ, સ્વ. નાનજીભાઇ, દીનેશભાઈ, સ્વ. નરશીભાઇ, ગં.સ્વ. વેલબાઇ મંગલદાસ, લીલબાઇ રતનશીભાઇના ભાભી, શંભુલાલ, હેમરાજભાઇ, નાનજીભાઇ, હરિરામના બહેન, હિતેષભાઇ, વિશાલભાઇ, પીયૂષભાઇ, વસંતભાઇ, સુરેશભાઇ, રમેશભાઇ, ઉત્તમભાઇ, નીતિનભાઇ, મિત્તલબેન, શીતલબેન, નીતાબેન, માલતીબેન, વૈશાલીબેન, હેતલબેન, જ્યોતિબેન, દીપાલીબેનના દાદી, પૂજાબેન, ચેતનાબેન, રીનાબેન, સીમાબેન, મનીષાબેન, અક્ષય રમેશભાઇ, રાકેશ જેરામભાઇ, જસરાજ રાજેશભાઇના દાદીસાસુ, સ્વ. કરશનદાસ, અરજણભાઇ, પ્રતાપભાઇ, જીવણભાઇ, વિઠ્ઠલભાઇ, સાકરીબેન મૂરજીભાઇ, વસનાબેન તુલસીભાઇ, જશોદાબેન જિતેન્દ્રભાઇ, જમણાબેન લાલજીભાઇના કાકી તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-1-2025ના બુધવારે બપોરે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી, મઉં મોટી ખાત

ગઢશીશા (તા. માંડવી) : દેવજીભાઇ હીરજી રંગાણી (ઉ.વ. 81) તે સ્વ. જશુબેન હીરજી રંગાણીના પુત્ર, મોઘીબેનના પતિ, નથુભાઇ કરશન વાસાણી (મદનપુરા)ના જમાઇ, હરેશભાઇ (તા.પં. સદસ્ય), હેમલતાબેન, મીનાબેન, રંજનબેન, મનોજભાઇના પિતા, સ્વ. પેથાભાઇ, જીવાબેન, સ્વ. ગંગદાસભાઇ, સ્વ. ખીમજીભાઇ, પરમાબેનના ભાઇ, સ્વ. લધાભાઇ વિશ્રામ ભગત (વિરાણી હાલે લંડન), હીરજી લાલજી ચોપડા (દહેગામ)ના સાળા, કવિતાબેન, હંસાબેન, જેન્તીભાઇ (ગઢશીશા), તુલસીભાઇ (દહીંસર), રસીકભાઇ (બદલાપુર)ના સસરા, તન્વીબેન, પંકિતબેન, ખુશ્બૂબેન, દર્ષિત, ઋતુ, નીરના દાદા, ભૂમિતભાઇ (બિદડા), પાર્થભાઇ (આનંદપર), કેવલભાઇ (ગઢશીશા)ના દાદા સસરા તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 22-1-2025ના 9.30 કલાકે ઉમિયાનગર શેરી નં. 4થી, પ્રાર્થનાસભા તા. 23-1-2025 ને ગુરુવારે સવારે 8.30થી 1.30 અને બપોર પછી 3.30થી 5 લક્ષ્મીનારાયણ સત્સંગ હોલ ઉમિયાનગર શેરી નં. 5 ખાતે.

હાલાપર (તા. માંડવી) : જાડેજા ઉમેદસિંહ ખેંગારજી (ઉ.વ. 58) તે સ્વ. વંકાજી, નારાયણજી, મનુભા, વેલુભા, બનુભાના નાના ભાઇ, લાખુભા, ભીમજી, દેવુભાના પિતા, હિતરાજસિંહ, સિદ્ધરાજસિંહ, શૌર્યરાજસિંહ, કાવ્યાબા, પ્રિયાન્સીબાના દાદા, સ્વ. ખોડ દાનસગંજી માનસંગજી (સુથરી)ના જમાઇ, ખોડ મધુભા, મનુભા, કાનજી, મહેન્દ્રસિંહ, રામસંગજીના બનેવી તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન હાલાપર ખાતે. ઘડાઢોળ (બારસ) તા. 31-1-2025ના શુક્રવારે.ઁ.

કોટડા-જ. (તા. નખત્રાણા) : રતનશીભાઇ વાલજીભાઇ બાથાણી (ઉ.વ. 74) તે વિજયાબેનના પતિ, નવીનભાઇ, જયેશભાઇ, કલાબેનના પિતા, સ્વ. લખમશીભાઇ પચાણભાઇ, લખાંબાઇ (નાગપુર), સ્વ. દેવકીબેન (દેવપર), શાંતાબેન (અંગિયા)ના ભાઇ, હાર્દિક, દર્શન, મહેકના દાદા, ઝવેરભાઇ (સુરત), બાબુભાઇ (બી.એલ.) (કોટડા), શાંતિલાલ (સુરત), સ્વ. જશોદાબેન (રાયપુર), કાંતાબેન (બેંગ્લોર)ના કાકા તા. 20-1-2025ના રાયપુર (છ.ગ.) ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 23-1-2025ના બપોરે 3થી 4.30 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, કોટડા (જ.) ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : સોઢા રહીમાબાઇ સાલેમમાદ (ઉ.વ. 70) તે અલીમામદ, મ. રમજુભાઇના માતા, ઇકબાલ, રફીક (ગેરેજ), ગની (રિપોર્ટર)ના દાદી, મ. સોઢા વેલાભાઇ, મ. આધમભાઇ, હુશૈનભાઇ (અખબારી વિતરક), ઉમરભાઇના માસી તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 23-1-2025ના સવારે 10 વાગ્યે ઇમામ ચોક, કોટડા (જ.) ખાતે.

મોટી વિરાણી (તા. નખત્રાણા) : બડિયા હીરબાઇ મંગા (ઉ.વ. 90) તે મંગા સાકરિયાના પત્ની, આચારભાઇ, લધારામ, નાનજીભાઇ, બુદ્ધુભાઇ, નાનબાઇ પુના ખભુ (લાખાપર), પદ્માબેન ગોપાલ ગોરડિયા, ધનબાઇ આશાભાઇ સીજુ (મથલ), લખીબેન રમેશભાઇ જેપાર (દેવપર યક્ષ)ના માતા, સગુણા, રાધા, રવજી, રાજેશ, કાનજી, દિવ્યા, જયા, ગુડીના દાદી, સ્વ. આચાર નારાણ ખોખર (નરા), કરમશી, પુનાના બહેન, ગાભાભાઇ, રવજી, કાનજી, લખીબાઇ (દેવીસર), નાથીબાઇના મોટી મા તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 27-1-2025ના સાંજે ઘડાઢોળ પાણી તા. 28-1-2025 નિવાસસ્થાને મોટી વિરાણી ખાતે. 

વરાડિયા (તા. અબડાસા) : કચ્છી લોહાણા નરેન્દ્ર રતનશી સ્વાર (ઉ.વ. 76) તે સ્વ. પ્રેમાબેન રતનશીના પુત્ર, કાંતાબેનના પતિ, કલ્પીત, જતિનના પિતા, દીપાલીના સસરા, ધ્રુવીના દાદા, શશિકાંત, સ્વ. રમેશ, સ્વ. સાકરબેન હરિરામ અનમ, સ્વ. ગોદાવરીબેન ધનજી પલણના ભાઇ, સ્વ. ચંચીબેન પુરુષોત્તમ જોબનપુત્રાના જમાઇ, મૂળરાજ, દીપક, નિમિષાબેન, નેહા, કોમલના મોટાબાપા તા. 21-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-1- 2025ના ગુરુવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન, કોઠારા ખાતે.

લાકડિયા (તા. ભચાઉ) : કરૂણાશંકર વિશ્વનાથ રાજગોર (ઉ.વ. 80) તે સ્વ. મણિબેન વિશ્વનાથના પુત્ર, રેવાશંકર પોપટલાલના ભત્રીજા, અનિલ, મુકેશ, પ્રવીણ, વિણાના પિતા, નાનાલાલના ભાઇ, મુકતાબેનના દિયર, ઉષા, નીતા, ચેતના, મિત્તલ, વૈશાલી, પીયૂષના કાકા, પૂજાના કાકાજી, આશા, અલ્પા, પાયલ, કિશોરના સસરા, ગંગાબેન ભાઇશંકર ગોપિયાણી (જામનગર)ના જમાઇ, રવજી આણંદજીના દોહિત્ર, પ્રેમ, પાર્થ, ડોલી, કેવલ, હર્ષ, રૂપા, વિધિ, રિયા, કિશન,  કૈસલ, નંદનીના દાદા, અર્જુન, દામિનીના નાના તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-1-2025ના ગુરુવારે, ઉત્તરક્રિયા તા. 30-1-2025ના નિવાસસ્થાને ગાયત્રી નગર, ખરાવાડ, લાકડિયા, પાંજરાપોળ ખાતે. 

માતાના મઢ (તા. લખપત) : બાંભણિયા દેવજીભાઇ ખજુરિયા (ઉ.વ.55) તે ખજુરિયાભાઇ લીલા બાંભણિયાના પુત્ર, વિજય, જિતેન્દ્ર, વિમળાબેન, ભગવતીબેન, ભાવનાબેન, નીતાબેનના પિતા, મનજીભાઇ કાનજી ખોખર (ગુનેરી)ના જમાઇ, ખજુરિયા આચાર (પરગડુ)ના દોહિત્ર તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા, બારસ તા. 30-1-2025ના સાંજે, તા. 31-1-2025ના ઘડાઢોળ સવારે નિવાસસ્થાને માતાના મઢ?ખાતે. 

જૂનાગઢ : સોનલબેન તૈલી (ઉ.વ. 52) તે બકુલભાઇ દ્વારકાદાસભાઇ તૈલીના પત્ની, સ્વ. દ્વારકાદાસ દેવચંદભાઇ તૈલીના પુત્રવધૂ, ભૂમિત અને બંસીના માતા, હેમાંશીના સાસુ, બિપિનભાઇ, ગિરીશભાઇના નાના ભાઇના પત્ની, અશ્વિનભાઇ, જીતુભાઇના ભાભી, વૃંદાવનદાસ મોહનલાલ જીમુલિયાના પુત્રી, સ્વ. વિનોદભાઇ, સુધીરભાઇ, મુકેશભાઇના બહેન તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ભૂતનાથ મંદિર સત્સંગ હોલ, બહાઉદ્દીન કોલેજ સામે, જૂનાગઢ ખાતે. 

મુંબઇ : મૂળ હળવદના છાયા પોતદાર (ઉ.વ. 77) તે ગુણવંતરાયના પત્ની, અમૃતલાલ જગજીવનદાસ પોતદારના પુત્રવધૂ, હિના હિતેન મહેતાના માતા, ઇશિતા, અનુજ ડાકવાલા અને કિન્નરી પૃથ્વી વોરાના નાની, જીકુબેન મોનજીભાઇ પરીખના પુત્રી તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd