• રવિવાર, 13 એપ્રિલ, 2025

રેપો દરમાં આવકાર્ય ઘટાડો

ભારે પડકારભર્યા વૈશ્વિક-આર્થિક સીમરણો વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ રેપો દરમાં 2પ બેઝ પોઈન્ટનો ઘટાડો કરીને ભારતનાં અર્થતંત્રને એક રાહતરૂપ ભેટ આપી છે. આરબીઆઈનાં આ પગલાંથી અર્થતંત્રમાં મૂડીનો પ્રવાહ વધશે અને સ્વાભાવિક રીતે રિયલ એસ્ટેટ અને વાહન ઉદ્યોગને તેનો સીધો ફાયદો થશે. ખાસ તો વેપાર કે ઉદ્યોગજગતને ધિરાણ પર વ્યાજનો બોજો ઘટવાથી રાહત મળી શકશે. આરબીઆઈ સામાન્ય રીતે મોંઘવારીનો દર ઘટે તેની સાથે રેપો દરમાં ઘટાડાનું પગલું લેવાનું પસંદ કરતી હોય  છે. આ વખતે પણ મોંઘવારીની નરમાઈને લીધે આ પગલું લેવાશે એવી  સૌને અપેક્ષા હતી. આમ તો ગયા ફેબ્રુઆરી મહિનામાં રેપો દરમાં આ જ રીતે 2પ બેઝ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો. જો કે, તે પહેલાં સતત પાંચ વર્ષ જેટલા સમયગાળા સુધી રેપો દરને જાળવી રાખીને આર્થિક પડકારોને યથાવત્ રાખ્યા હતા. આ વખતે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલના ભાવો સતત ઘટી રહ્યા છે, તે ઉપરાંત ઘઉં અને કઠોળનો પાક સારો રહ્યો હોવાને લીધે છૂટક મોંઘવારીનો દર પણ ઘટી રહ્યો છે. હવે આરબીઆઈને વિશ્વાસ છે કે, મોંઘવારીનો દર ચાર ટકા જેટલો ઓછો રહી શકશે. મોંઘવારી કાબૂમાં રહેવાના નક્કર સંકેત વચ્ચે હવે રિઝર્વ બેંકે આર્થિક વિકાસની તેની ભૂમિકા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આમ તો આ વખતે ભારતનો વિકાસ દર 6.પ ટકા રહે એવું અનુમાન છે, પણ અમેરિકા દ્વારા દુનિયાના દેશોની સામે ટેરિફ લાદવાના હાકલા પડકારોને લીધે વૈશ્વિક અથતંત્રની સામેના પડકારોને જોતાં ભારતે ઘરઆંગણાના ઉત્પાદન વધારવા પર ધ્યાન આપવાનું રહેશે.  આ વખતે નોંધપાત્ર બાબત એ છે કે, બાંધકામ ક્ષેત્રમાં સુધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી તકલીફમાં રહેલા આ ક્ષેત્રના નબળા દેખાવને લીધે અર્થતંત્ર પર અવળી  અસર પડતી હતી. મોંઘવારી કાબૂમાં પહોંચી ગઈ હોવાને લીધે બાંધકામ ક્ષેત્રમાં માંગ પર અસર પડી હતી. હવે જ્યારે મોંઘવારીનું સ્તર ઘટી રહ્યંy છે, ત્યારે લોકોની  ખરીદશક્તિ વધી રહી છે, જેને લીધે બાંધકામ ક્ષેત્ર માટે અશાવાદી માહોલ ખડો થઈ રહ્યો  છે. બીજી તરફ રેપો ઘટાવાને લીધે વ્યાજના દરોમાં પણ ઘટાડો થતો હોય છે. આનો લાભ ધિરાણ મેળવનારાને મળી શકે છે. બચત પરની વ્યાજની આવક ઘટશે, પણ લોન લઈને મકાન કે વાહન ખરીદનારા મોટા વર્ગને વ્યાજના દરમાં ઘટાડાનો ફાયદો જરૂર થશે. જો કે, આરબીઆઈએ રેપો દરમાં હજી વધુ ઘટાડો કરવો જોઈએ, જેથી બેંકોને તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવામાં સરળતા રહી શકે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd