• સોમવાર, 14 એપ્રિલ, 2025

આડેસરમાં આરોપીના કબજામાંથી 25 હજાર ચો. ફૂટ જમીન મુક્ત કરાવી

ગાંધીધામ, તા. 12 : પૂર્વ કચ્છ પોલીસ તંત્રે ગુનેગાર દ્વારા સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણને દૂર કરવાની ઝુંબેશ  આજે પણ જારી રહી હતી. આડેસર વિસ્તારમાં પોલીસે  દબાણ દૂર કરી 25 હજાર ચો. ફૂટ સરકારી જમીનને ખુલ્લી કરાવી હતી. આડેસરના સોઢા કેમ્પ વિસ્તારમાં રહેતા હરૂન અયુબ હિંગોરજાએ કરેલાં દબાણ ઉપર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ આરોપી વિરુદ્ધ લૂંટ, મારામારી, ગેરકાયદેસર માટી ખનન સહિતના ગુના નોંધાયા હતા. આરોપીએ પોતાના અગંત ફાયદા માટે  રાપર ટાવર્સ નં. 771 / પૈકીની સરકારી જમીન ઉપર ત્રણ માળનું મકાન તથા તેની બાજુમાં બે માળનું મકાન તથા પતરાના શેડ સાથે કુલ 15 ચો. ફૂટ, સહારા હોટેલનું પાકું બાંધકામ 10  ચો. ફૂટ સાથે કુલ 25 ચો. ફૂટ દબાણ કરી કબજો જમાવ્યો હતો. વહીવટી તંત્રએ આજે દબાણ હટાવવા તળેની વિશેષ ઝુંબેશ તળે આ આરોપીએ કરેલા અતિક્રમણ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું. તો બીજી બાજુ ભચાઉ તાલુકાના લાકડિયાના સર્વે નં. 1178વાળી સરકારી ગૌચર જમીન ઉપર રહેણાક મકાન  બનાવી આરોપી પ્રવીણ વેલજીભાઈ કોળીએ બિનઅધિકૃત રીતે કબજો જમાવ્યો હતો. આ આરોપી વિરુદ્ધ દારૂના 25 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસતંત્રની આક્રમક કાર્યવાહીનાં પગલે આ આરોપીએ સ્વેચ્છાએ પોતાનું દબાણ દૂર કરી સરકારી જમીન ખાલી કરી હતી.. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd