હૈદરાબાદ, તા. 11 : પહેલી મેચમાં 286 રન ખડકી ધમાકેદાર શરૂઆત કરનારી
સનરાઇઝર્સ હૈદરાબાદ આ પછીથી સતત સંઘર્ષ કરી રહી છે અને હારનો ચોગ્ગો સહન કરી ચૂકી છે, હવે એસઆરએચ સામે ઘરઆંગણે પુનરાગમનનું દબાણ છે.
શનિવારે બીજી મેચમાં સનરાઇઝર્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ ટકરાશે. પંજાબ વર્તમાન સીઝનમાં
અસરદાર દેખાવ કરી આગેકૂચ કરી રહી છે. પાછલી મેચમાં પીબેકેએસે યુવા બેટર પ્રિયાંશ આર્યની
અદ્ભુત સદીની મદદથી સીએસકે સામે દમદાર જીત મેળવી હતી. સનરાઇઝર્સ સામે પંજાબનું પલડું
ભારે માનવામાં આવે છે, પણ પેટ કમિન્સની ટીમ વાપસી માટે મથશે.
સનરાઇઝર્સ પાસે ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન અને હેનરિક કલાસેન જેવા વિસ્ફોટક બેટધર છે, પણ આ ફટકાબાજો છેલ્લી કેટલીક મેચમાં
વિકેટ ગુમાવી રહ્યા છે. ટ્રેવિસ હેડનો દેખાવ અચાનક ગબડી ગયો છે. આ કાંગારું
ફટકાબાજ પછીની ત્રણ અભિષેક સદંતર નિષ્ફળતા સહન કરી રહ્યો છે. બીજી તરફ શ્રેયસ અય્યરના
નેતૃત્વમાં પંજાબ ટીમ સારો દેખાવ કરી રહી છે. સદીવીર પ્રિયાંશ આર્ય આ ટીમની નવી સનસની
છે. બોલિંગમાં અર્શદીપ, ચહલ, ફરગ્યૂસન અને
યાનસન સારો દેખાવ કરી રહ્યા છે.