ભુજ, તા. 12 : શહેરના ગણેશનગરમાંથી પોલીસે
બાતમીના આધારે રહેણાક મકાનમાં દરોડો પાડી વ્હીસ્કીની 48 બોટલ સાથે એક શખ્સની ધરપકડ
કરી લીધી છે. ગણેશનગર બાજુ દારૂની બદી ફુલીફાલી છે તે વચ્ચે એલસીબીને સચોટ બાતમી મળતાં
આજે ગણેશનગરમાં આશાપુરા ગરબી ચોક પાસેના મકાન પર દરોડો પાડી ત્યાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની
48 બોટલ કિં.રૂા. 32,928 અને એક મોબાઇલ કિં.રૂા. 10,000ના મુદ્દામાલ સાથે આરોપી હાર્દિક
હરેશભાઇ ચાવડાને ઝડપી એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં
આવી હતી. આરોપી હાર્દિક વિરુદ્ધ અગાઉ પણ શરાબ સંબંધિત આઠ ગુના નોંધાયેલા હોવાથી તેનો
ગુનાહિત ઇતિહાસ ખરડાયેલો છે.