નખત્રાણા, તા. 12 : તાલુકાના અંતરિયાળ છેવાડાના ઐયર ગામે પીવાનાં પાણીના બે બોર
નિષ્ફળ જતાં ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં પીવાનાં પાણીની સમસ્યા નિવારવા પાટીદાર
સમાજના દાતાના સહયોગથી રૂા. 80 હજાર એકત્ર
કરી નવો બોર બનાવી લોકાર્પણ કરાયો હતો. અગ્રણી જેઠાભાઇ પોકારે જણાવ્યું હતું કે, ઐયર ગ્રામ પંચાયત હસ્તક ચાલતી પાણી પુરવઠા યોજનાના
ચાલુ બોરમાં તથા ક્ષારજનક પાણીની સમસ્યાને કારણે પાટીદાર સમાજના દાતાઓ દ્વારા નવો બોર
બનાવી પાણી ઉપલબ્ધ કરાયું હતું અને ગ્રામજનો તથા ગાયો, પશુઓ માટે
પીવાનાં પાણીની વ્યવસ્થા કરાઇ હતી તેમજ મંજૂર થયેલા સરકારી બોરનું કામ શરૂ થશે તેવું
જણાવાયું હતું. મોહનભાઇ સાંખલા, જગદીશ પટેલ, પેથાભાઇ નાનજી, પરેશ પટેલ, મણિલાલ
પટેલ, શંકરભાઈ પટેલ,
વિપુલ પટેલ, જગદીશ આહીર, પૂંજાભાઇ ખીમજી, ખેતાભાઇ નાનજી સહયોગી રહ્યા હતા.