ગાંધીધામ,તા.12 : પૂર્વકચ્છ એલ.સી.બી પોલીસે
અંજાર તાલુકાના વાડા ગામની સીમમાં શિકારના ઈરાદે આવેલા ચાર આરોપીની પોલીસે ધરપડક કરી હતી. આ કાર્યવાહીમાં એક આરોપી
નાસી છુટયો હતો.પોલીસે ટીમે આરોપી સુલેમાન મમણ (રહે વરનોરા,ભુજ) તથા અન્ય માણસો ગાડી
લઈને વાડા સીમમાં આવવાના હોવાની બાતમી આધારે
વોચ ગોઠવી હતી.દરમ્યાન પોલીસે કવીડ ગાડી નં. જીજે.12.ડી.એસ 5867 ને રોકાવીને તપાસ હાથ ધરી હતી. આ વાહનમાં
અને તેમાં બેઠેલા આરોપીની તપાસ કરતા દેશી
હાથ બનાવટની બંદુક નંગ.2 કિ.રૂા.10 હજાર, ખાલી કારતુસ નંગ.3 કિં.રૂા.150, લોખંડના છરાનું બોક્ષ કિં.રૂા.50 મળ્યુ હતું. પોલીસે આ પ્રકરણમાં
આરોપી સુલેમાન ઉર્ફે સલેમાન ઈબ્રાહીમ મમણ,અસલમ જાકબ ધુસા,મામદ આમદ ધુસા,અલ્તાબ
નુરમામદ ધુસા ની ધરપકડ કરી હતી તેમજ અન્ય આરોપી કાદર ઈસ્માઈલ મમણ પોલીસે પકડથી દૂર રહયો
હતો. પકડાયેલા આ આરોપી પાસેથી બે મોબાઈલ કિં.10 હજાર,મોટર સાઈકલ જીજે.39.ડી.6201 કિ.રૂા.75 હજાર તથા ગાડી કિંરૂા.1.50 સાથે કુલ્લે
રૂા. 2,45,200 નો મુદામાલ હસ્તગત લીધો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ
તપાસ આરંભી છે.