ભુજ, તા. 12 : ચેમ્બર્સ ઓફ કોમર્સ તથા ઇન્ડસ્ટ્રીઝ
ફેડરેશન ભુજ દ્વારા કલેક્ટર સાથે મુલાકાત દરમ્યાન મહાનગરપાલિકા બાબતે ચર્ચા કરાઇ હતી.
ચેમ્બર્સ ઓફ કોમર્સ તથા ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના પ્રમુખ અનિલભાઇ ગોર, જી.આઇ.ડી.સી.ના પ્રમુખ અરવિંદભાઇ ઠક્કર,
બુલિયન એસો.ના પ્રમુખ ભદ્રેશભાઇ દોશી, યુનિયન સેક્રેટરી
હરિભાઇ ગોર, જોઇન્ટ સેક્રેટરી જગદીશભાઇ ઠક્કરે નવનિયુક્ત કલેક્ટર
આનંદ પટેલને આવકાર્યા હતા. નગરપાલિકાની કાર્યક્ષમતા મર્યાદિત હોતાં ભુજનો વિકાસ અવરોધાતો
હોવાથી મહાનગરપાલિકાના ક્રાઇટેરિયામાં વસ્તી તથા વિસ્તારની દૃષ્ટિએ આવતાં ભુજને મહાનગરપાલિકા
મળે તે બાબતે કલેક્ટરને ભુજની ભૌગોલિક પરિસ્થિતિ અંગે માહિતગાર કરાઇ ભુજના પ્રશ્નો
અંગે જણાવાયું હતું. કલેક્ટરે ભુજનાં તમામ સર્કલો તથા ભુજને સુંદર બનાવવા જણાવ્યું
હતું. ચેમ્બર્સ ઓફ કોમર્સ તથા ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા દર ત્રણ મહિને વિવિધ અધિકારીઓ
સાથે ચેમ્બરના ભુજના પ્રશ્નો માટે સંવાદ યોજવા રજૂઆત કરાઇ હતી.