• રવિવાર, 13 એપ્રિલ, 2025

રાણાને 18 દિ'ની કસ્ટડી : ત્રણ કલાક પૂછતાછ

નવી દિલ્હી, તા. 11 : રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ ગુરુવારે દિલ્હીની કોર્ટમાં દાવો કર્યો કે તેને શંકા છે કે આતંકી તહવ્વુર રાણાએ ર6/11 મુંબઈ હુમલા જેવું કાવતરું ભારતના અન્ય શહેરોને નિશાન બનાવવા માટે પણ ઘડયું હતું. ભારતીય એજન્સીએ વિશેષ ન્યાયાધીશ ચંદર જીત સિંહ સમક્ષ આવી દલીલ કર્યા બાદ કોર્ટે આતંકીને 18 દિવસની એનઆઈએ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. એનઆઇએ દ્વારા આજે ત્રણ કલાક સુધી રાણાની પૂછપરછ કરાઇ હતી. મીડિયા અહેવાલો મુજબ રાણાએ મોટાભાગના સવાલના જવાબ ટાળ્યા હતા અને `યાદ નથી'નું રટણ જારી રાખ્યું હતું. 18 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા બાદ દિલ્હીમાં એનઆઈએ મુખ્યમથકની સુરક્ષા વધારી દેવાઇ છે. ભારે બંદોબસ્ત વચ્ચે મુખ્યાલય ખાતે ઉચ્ચ અધિકારીઓએ સીસીટીવીની દેખરેખ હેઠળ શુક્રવારે સવારે 11 વાગ્યાથી આતંકીની પૂછપરછ કરી હતી, જે રૂમમાં પૂછપરછ કરાઈ  ત્યાં જવાની માત્ર ખાસ 1ર અધિકારીને જ મંજૂરી હતી. એજન્સીએ વધુમાં દલીલ કરી કે મુંબઈ હુમલાના સમગ્ર કાવતરાને બેનકાબ કરવા વિસ્તૃત પૂછપરછની જરૂર છે. તેને હુમલાવાળી જગ્યાએ તથા અલગ-અલગ શહેરમાં લઈ જવાની જરૂર પડશે, જેથી ક્રાઈમ સીન રિક્રિએટ કરી શકાય. ર008માં 13-1 નવેમ્બર વચ્ચે તેણે પત્ની સાથે દિલ્હી, આગરા, અમદાવાદ અને મુંબઈ સહિત શહેરોની મુલાકાત લીધી હતી. સૂત્રો અનુસાર એનઆઈએ વડા મથક ખાતે તહવ્વુરની પૂછપરછમાં એજન્સીનું મુખ્ય ધ્યાન મુંબઈ હુમલાના કાવતરામાં તેની ભૂમિકા, લશ્કરે તોયબા અને આઈએસઆઈ સાથે તેના કેવા સંબંધ છે ? તેના પર કેન્દ્રિત રહેશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd