• સોમવાર, 14 એપ્રિલ, 2025

બંગાળ : વકફ વિરોધી હિંસામાં ત્રણ મોત

કોલકાતા, તા. 12 :  વકફના કાયદાના વિરોધમાં શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફાટી નીકળેલી હિંસાની આગની લપેટમાં આવતાં ત્રણ વ્યક્તિનાં મોત થઈ ગયાં હતાં. માલદા, દક્ષિણરજ 52ગણાં અને હુગલી જિલ્લામાં પણ હિંસા વચ્ચે પોલીસ વાહનોને આગ ચંપાઈ હતી. બે દિવસમાં 118 લોકોની ધરપકડ કરાઈ છે. હાઈકોર્ટે કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. લોકો દ્વારા સુરક્ષા દળો પર પથ્થરમારા અને રસ્તાજામ કરીને ઉગ્ર દેખાવો વચ્ચે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એલાન કર્યું હતું કે, આ વિરોધ પ્રદર્શન 87 દિવસ સુધી ચાલશે. વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થતી જાય છે. શમશેરગંજના જાફરાબાદ વિસ્તારમાં હિંસક ભીડે પિતા અને પુત્રને મારી નાખ્યા હતા. આ પહેલાં શુક્રવારે જુમાની નમાજ બાદ હિંસા ભડકી હતી. હિંસા બાદ મુર્શિદાબાદમાં ધારા 163 લાગુ કરવામાં આવી છે અને ઈન્ટરનેટ પણ બંધ કરાયું છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને બીએસએફ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડીઓ અને એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી. આ દરમિયાન ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ સાથે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મુર્શિદાબાદના સૂચિમાં શુક્રવારે હિંસાની શરૂઆત થઈ હતી. શુક્રવારની નમાજ બાદ વકફ કાયદા સામે હજારો લોકો સડક ઉપર ઊતરી ગયા હતા અને એનએચ-34 બ્લોક કરી દીધો હતો, જ્યારે પોલીસે નેશનલ હાઈવે ઉપરથી અવરોધ હટાવવાની કોશિશ કરી ત્યારે પોલીસ સાથે ટકરાવો થયો હતો. 10 કિમી દૂર શમશેરગંજમાં પણ હાઈવે ઉપર હજારો લોકો એકત્રિત થયા હતા. શમશેરગંજના ડાક બંગલા વળાંકે પ્રદર્શનકારીઓએ હિંસા શરૂ કરી હતી અને પોલીસના વાહનોમાં આગ ચાંપી હતી. પોલીસની એક આઉટપોસ્ટમાં તોડફોડ બાદ તેને આગના હવાલે કરી દીધી હતી. સડક ઉપર રહેલી દુકાનો અને ટુવ્હીલરોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ ધુલિયાન સ્ટેશન પાસે રેલવે ગેટ અને રિલે રૂમને નિશાન બનાવ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો. ઘરમાં પણ આગ લગાડવાની કોશિશ કરવામાં આવી હતી. આ દરમિયાન રેલવે સ્ટાફ જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવીને બહાર આવ્યો હતો. માહિતી મળતાં જ ભારે સંખ્યામાં પોલીસ અને  સેન્ટ્રલ ફોર્સ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd