મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 10 : સામત્રા ખાતે
અંધ અપંગ ઉત્કર્ષ મંડળ દ્વારા સતત ચોથા વર્ષે પણ બ્લાઇન્ડ ઓપન ક્રિકેટ ટૂર્નામેન્ટ
તેમજ લોકગીત સ્પર્ધા યોજાઈ ગઈ હતી. ગ્રામજનોની હાજરીમાં ગામના અગ્રણી જયેશ ટી. સોનીના
હસ્તે દીપપ્રાગટય કરાયું હતું. 120 સ્પર્ધકે
ભાગ લીધો હતો, જેમાં સિનિયર કેટેગરીમાં
નવચેતન અંધજન મંડળ તેમજ જિલ્લાના અન્ય પ્રજ્ઞાચક્ષુઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રથમ અર્જુન મહેશ્વરી, દ્વિતીય મહેશ ચૂડાસમા તેમજ
ત્રીજા નંબરે હરિસિહ સોઢા વિજેતા રહ્યા હતા. જૂનિયર સ્પર્ધામાં પ્રથમ પ્રાચી આહિર, દ્વિતીય જિગર ગઢવી, તૃતિય વિર પ્રતાપ વિજેતા રહ્યા હતા. નિર્ણાયકો આમદ સમા, નારણ મસાણિયા, મહમદ લુહાર રહ્યા હતા. જયેશભાઈ તરફથી ચાંદીના
મેડલ અપાયા હતા. સંચાલન રમીલાબેને કર્યું હતું. બ્લાઈન્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અંજાર
લાયન્સ ટીમ વિજેતા અને ભુજ બ્લાસ્ટર ટીમ રનર્સ અપ થઇ હતી. મેન ઓફ ધ સિરીઝ દિલીપભાઈ
ચૌહાણ થયા હતા. ફાધર જ્યોર્જીયા ક્ચ્છ વિકાસ ટ્રસ્ટ, પૃથ્વીરાજાસિંહ
(માનવ જ્યોત ભુજ), રાજેશ ગઢવી (કચ્છી સાહિત્યકાર), કિર્તન ગોર, ઘનશ્યામ ઠક્કર (ભુજ) ઉપસ્થિત રહ્યા હતા.
ભુજની માનવજ્યોત દ્વારા બે વિકલાંગ ભાઈને વ્હીલચેર મહાનુભાવોના હસ્તે અર્પણ કરાઇ હતી.
દાતા રમેશ કેસરા ભૂડિયા (ફોટડી), ડો. પ્રદિપ સેંઘાણી (ગઢશીશા),
કિર્તનભાઈ, જયેશભાઈ, મહેન્દ્ર
ગોરાણી શ્યામ સાઉન્ડ (દેશલપર), આમંત્રણ પત્રિકા, મોમેન્ટો દાતા પ્રકાશભાઈ ગાંધી (અભય ક્લરલેબ-ભુજ), કુ.
કીર્તિ, કાનજી મહેશ્વરી, પ્રકાશ સોની (દુબઈ),
ભાવેશ સોની (માધાપર) હતા. રહેવા માટેની વ્યવસ્થા બાબુભાઈ ચોપડા જિયાપરવાળા
તરફથી કરાઇ હતી. સામત્રા અંધ અપંગ ઉત્કર્ષ મંડળના
પ્રમુખ કાનજી મહેશ્વરી દ્વારા આયોજન કરાયું હતું. મુકેશ સાધુ, રમેશ ભુડિયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહેશ્વરી યુવક મંડળ દ્વારા સહયોગ
પ્રાપ્ત થયો હતો.