• સોમવાર, 14 એપ્રિલ, 2025

સ્વામિનારાયણ જયંતીની ભુજ બીએપીએસ મંદિર દ્વારા ઉજવણી

ભુજ, તા. 12 : અહીંના  બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વામિનારાયણ જયંતી ઉત્સવ તેમજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીનો પ્રાગટય ઉત્સવ ઊજવાયો હતો. શહેરના ભાનુશાલી નગર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ભગવાન સ્વામિનારાયણનો 244મો પ્રાગટય દિન તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીનો પ્રાગટય ઉત્સવ ઊજવાયો હતો. વિશાળ સંખ્યામાં  હરિભક્ત ભાઈ-બહેનો, સંતો વગેરે ઉત્સવમાં સહભાગી થયા હતા, જેમાં ધૂન, પ્રાર્થના તથા પ્રાગટય ઉત્સવનાં કીર્તનો ચૈતન્ય સ્વામીએ રજૂ કર્યાં હતાં. કોઠારી વિવેકમંગલ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આજના આ ઉત્સવમાં ભુજ કબીર મંદિરના મહંત  કિશોરદાસજી મહારાજ, વાંઢાય ઈશ્વર આશ્રમના મહંત ભરતદાસજી મહારાજ તથા આરએસએસ કચ્છ વિભાગના સંઘચાલક હિંમતાસિંહજી વસણ, અગ્રણી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામી સહિતના અગ્રણીઓ ઉત્સવમાં સહભાગી થયા હતા. ઉત્સવ પ્રસંગે ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો, કોઠારી વિવેકમંગલ સ્વામીનાં માર્ગદર્શનમાં કાર્યકરોએ વ્યવસ્થા સાંભળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd