• સોમવાર, 14 એપ્રિલ, 2025

ટ્રેઇલરમાં આવતો 80 હજારનો શરાબ નખત્રાણા પોલીસે ઝડપ્યો

ભુજ, તા. 12 : નખત્રાણા પોલીસે ખાનગી બાતમીના આધારે નલિયા બાજુથી કોટડા તરફ આવી રહેલા ટ્રેઇલરમાંથી 80 હજારના શરાબના જથ્થા સાથે રૂા. 21,29,800ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો, બે શખ્સનાં નામ ખૂલ્યાં છે. નખત્રાણા પોલીસ મથકના પી.આઇ. અશોક એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારી પેટ્રોલિંગમાં હતા ત્યારે હે.કો. વિજયભાઇ રાવલ અને કેશરભાઇ દેસાઇને સંયુક્ત બાતમી મળી કે, ટ્રેઇલર નં. આરજે-09-જીડી-8716વાળું નલિયા બાજુથી કોટડા તરફ આવી રહ્યું છે, જેમાં અંગ્રેજી પ્રકારનો શરાબ છે. આ બાતમીના આધારે ટ્રેઇલર સાથે આરોપી મહાવીરસિંહ દાજીભા સોઢા (રહે. તેરા, તા. અબડાસા)ને અંગ્રેજી પ્રકારના ભારતીય બનાવટની શરાબની અલગ-અલગ પ્રકારની 750 એમ.એલ.ની 38 અને 180 એમ.એલ.ની 179 બોટલ જેની કિં. રૂા. 63,800, દેશી દારૂ 80 લિટર કિં. રૂા. 16,000 એમ કુલ રૂા. 79,800ના શરાબનો જથ્થો અને 50 હજારના મોબાઇલ તથા 20 લાખના ટ્રેઇલરના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. આ કામના અન્ય આરોપી જુવાનસિંહ તથા વિશ્નુસિંહ ઉર્ફે વિસનસિંહ ભીમજી ભાટી (રહે. બંને ખાનાય, તા. અબડાસા)ના નામ ખૂલતાં તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd