વવાર, (તા.
મુંદરા), તા. 12 : (માણેક
ગઢવી દ્વારા) કચ્છમાં ભજન સંતવાણીની અમર ધુણી ધુખાવનારા પૂ. નારાયણ સ્વામી બાપુની જન્મભૂમિ
આંકડિયા (ગઢવીના) તા. ગઢડા, જિ. બોટાદ
મધ્યે ભજન સમ્રાટ બ્રહ્મલીન પૂ. નારાયણ બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા, હરિરસ કથા અને રામભાવ ભજનનો ત્રિવેણી
સંગમ શરૂ થયો છે. તા. 15-4-25 સુધીનો
મહોત્સવ યોજાઇ રહ્યો છે. પૂ. બાપુનાં ભજનોની સુવાસ આજે પણ અવરિત છે. એમના સ્વરમાં રેકોર્ડ
થયેલાં અસંખ્ય ભજનની પ્રસાદીનો લાભ સંતવાણી પ્રેમીઓ લઈ રહ્યા છે. આ હરિરસ કથા સંત ચારણ
મહાત્મા ઇસરદાસજી રચિત કથાનું વક્તા શાસ્ત્રી
ઈશ્વરચંદ્ર વ્યાસજી (જુનાગઢ વાળા) દ્વારા રસપાન તથા મૂર્તિ પ્રતિષ્ઠા કરાવાશે. પૂ.
બાપુને કચ્છ પ્રત્યે અપાર ભાવ હતો અને પૂ. બાપુની મૂર્તિના દાતા જાણીતા ભજન પ્રેમી
પાલુભાઈ વિરમભાઇ ગેલવા (ભજનાનંદી) ભચાઉ (કચ્છ) છે. એક કરછીને દાતા તરીકેનો અવસર મળ્યો
છે. હરિરસ પાઠ, મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ તેમજ
તા. 15-4-25 સુધી રાત્રિના 9થી 12 સુધી કચ્છ કાઠિયાવાડ ગુજરાતના નામી કલાકારો દ્વારા સંતવાણી રામભાવ
ભજનો પણ યોજાશે. સવારે, બપોરે,
સાંજે ભોજનપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હરિરસ કથાના યજમાન
નવલબામા, ગુરુ નારાયણનંદ સરસ્વતી (નારાયણ આશ્રમ ભવનાથ તળેટી,
જુનાગઢ), રમેશભાઈ ઓઝા (સાંદિપની આશ્રમ,
પોરબંદર), અવસરના પ્રણેતા પૂ. નારાયણ બાપુના પૂર્વાશ્રમ પરિવાર અને પૂ. આઈમાઓ આશીર્વાદ
પાઠવશે તથા સંતો, ગાદીપતિઓ
તેમજ કલાકારો, રાજકીય, આગેવાનો અધિકારીઓ
અને બાપુના ભજન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ રહ્યા છે.