વર્ષ 2025નો મહાકુંભ
આરંભ થઇ ગયો છે. પ્રયાગરાજ ખાતે ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ અને અપાર આયોજનની દૃષ્ટિએ ઐતિહાસિક આ પર્વમાં સામેલ થવા અને પવિત્ર
ત્રિવેણી સંગમ ખાતે સ્નાનના મહિમાને પામવા માટે વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ કરોડોની સંખ્યામાં
ઊમટી પડીને હિન્દુ ધર્મના દબદબાનો વિક્રમ રચી રહ્યા છે. આ વખતના મહાકુંભમાં અત્યાર
સુધીના સૌથી વધુ શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યા છે અને તેની સાથે તાલ મિલાવે એવી વ્યવસ્થા ભલભલાને
પ્રભાવિત કરી રહી છે. આ ધાર્મિક મહાઆયોજનનો આરંભ થવાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
યોગ્ય રીતે કહ્યંy હતું કે, આ દિવસ ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને ઓપદાર
બનાવવા માટે ખાસ છે. તેમણે એમ પણ કહ્યંy હતું કે. આ વિશાળ ધાર્મિક આયોજન ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક
ઓળખને નવી ક્ષિતિજ પર લઇ જશે.વિશ્વભરના હિન્દુઓને ધર્મ અને આસ્થાના એકતાંતણે બાંધતાં
આ ઐતિહાસિક આયોજનમાં એકતામાં અનેકતાની અનોખી અનુભૂતિ કરાવવાની સાથોસાથ આર્થિક વહેવાર
અને પરોપકારના સંગમનાં દર્શન પણ થાય છે. વર્ષ 2017માં કુંભના મેળાને યુનેસ્કોએ માનવતાના અનોખા સાંસ્કૃતિક વારસાનાં
સ્વરૂપની વૈશ્વિક માન્યતા આપી હતી. આ વખતના
મહાકુંભનું આયોજન 2017ના કુંભનાં
આયોજનની સરખામણીએ બેજોડ બની રહ્યંy છે અને હવે તેને કેવી માન્યતા મળે છે તે જોવાનું રહેશે. આ વખતનાં
આયોજનમાં જે રીતે વિશ્વભરના હિન્દુઓની સાથે હિન્દુ ધર્મ પ્રત્યે લાગણી ધરાવતા બિનહિન્દુઓ
જે રીતે ઊમટી રહ્યા છે, તે જોતાં આ
મહાકુંભે દેશ અને દુનિયામાં ભારે ધર્મભાવ અને રસની લાગણી જગાવી છે. આ ભાવનાથી પ્રેરાઇને
રોજેરોજ લાખો લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે અને પવિત્ર સ્નાનનો લાભ લઇ રહ્યા છે.
આ વખતે મીડિયા જગતનાં ભારે કવરેજની સાથોસાથ અહેવાલોમાં સાધુઓ અને અખાડાના દબદબાએ હિન્દુ
ધર્મની આભાને નવી ઊંચાઇએ પહોંચાડી છે. આ ધાર્મિક આયોજનમાં સામાજિક સંદેશ પર પણ ધ્યાન
કેન્દ્રિત કરાઇ રહ્યંy છે. દેશભરની
ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ મહાકુંભમાં સેવાનાં કેન્દ્રો ખોલીને શ્રદ્ધાળુઓની સેવા
માટે ભોજન અને રહેણાંકની શ્રેષ્ઠ વ્યવસ્થા પૂરી પાડી છે. કરોડો શ્રદ્ધાળુઓ જ્યાં ઊમટી
પડયા હોય ત્યારે પર્યાવરણનાં જતનની ચિંતા પણ સ્વાભાવિક રીતે જાગે છે. આવામાં રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના પર્યાવરણને સંબંધિત સ્વયંસેવકોએ અને શિક્ષા અને સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ
દ્વારા એક થેલો એક થાળીની સાથે શ્રદ્ધાળુઓને મહાકુંભમાં આવવાની પ્રેરણા આપી છે. ઉલ્લેખનીય છે કે,
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાઇ રહેલાં
આ આયોજનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સીધી દેખરેખ રાખી રહ્યા છે. સમગ્ર આયોજનમાં
વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધા, પર્યાવરણનાં
જતન જેવા મુદ્દા પર કરાયેલી વ્યવસ્થા વિશ્વભરના શિક્ષણવિદ્ને અભ્યાસ માટે આકર્ષી રહી
છે. એક રીતે જોઇએ તો આ આયોજન જ્ઞાનનો મહાકુંભ પણ બની રહ્યું છે. શિક્ષા અને સંસ્કૃતિ
ઉત્થાન ન્યાસ દ્વારા આ માટે દેશભરના એક હજારથી વધુ મુખ્ય શિક્ષકો, યુનિવર્સિટીના કુલપતિઓ, શિક્ષણ મંત્રીઓ, વિવિધ સરકારના સચિવોને એકસાથે લાવીને આ મહાકુંભનાં આયોજનના વિવિધ મુદ્દા પર
જ્ઞાન મહાકુંભનું આયોજન ઘડી કઢાયું છે. આમ, આ ધાર્મિક આયોજન અનેક
રીતે મહાકુંભ બની રહ્યું છે. ધર્મ, આસ્થા, આયોજન અને શિક્ષણ આમ નવાં નવાં પરિમાણો આ મહાપર્વની સાથે જોડાઇ ચૂક્યાં છે.