મુંબઈ તા.12 : ઝડપી બોલર હર્ષિત રાણા અને સ્પિનર વરુણ ચક્રવર્તી ઇજાને
લીધે ઇંગ્લેન્ડ સામેની 3 મેચની વન ડે શ્રેણીની
અને ઝિમ્બાબ્વે વિરુદ્ધની ટી-20 શ્રેણીની ભારતીય
ટીમની બહાર થઈ ગયા છે. આ બે ખેલાડીના સ્થાને પ્રિન્સ યાદવ અને રવિ બિશ્નોઇનો ટીમમાં
સમાવેશ કરાયો છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની વન ડે શ્રેણીનો પ્રારંભ 14 જુલાઈથી થશે. હર્ષિત અને વરુણ બન્નેને સ્નાયુ ખેંચાઇ
જવાની ઇજા થઈ છે. તેઓ હવે બેંગ્લુરુ સ્થિત બીસીસીઆઇના સેન્ટરમાં રિપોર્ટ કરશે. ત્યાં
રીહેબ બાદ ફિટનેસ ક્લીયરન્સ પછી જ મેદાન પર વાપસી કરી શકશે.