નવી દિલ્હી, તા.12 : વર્તમાન ફૂટબોલ
વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકેલ દ. આફ્રિકાના યુવા ખેલાડી જેડન એડમ્સનું 2પ વર્ષની વયે નિધન થયું છે. આથી ફૂટબોલ જગતમાં શોક
છવાયો છે. હાલ એડમ્સનાં મૃત્યુનું કારણ બહાર આવ્યું નથી. વર્તમાન વિશ્વ કપમાં એડમ્સનું
શાનદાર પ્રદર્શન રહ્યું હતું અને દ. આફ્રિકા ટીમ પહેલીવાર નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી
હતી. જ્યાં રાઉન્ડ-32માં કેનેડા સામે
ઇન્જરી ટાઇમમાં 0-1થી હારી બહાર થઈ
હતી.