• સોમવાર, 13 જુલાઈ, 2026

ચેસ સ્પર્ધામાં ભુજના પોલીસકર્મી ઝળક્યા

ભુજ, તા. 12 : તાજેતરમાં રોયલ ચેસ એકેડેમી હિંમતનગર ખાતે ઓપન ગુજરાત ચેસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પોલીસ આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેકટર સંજય વેલજીભાઈ દાવડા દ્વિતિય ક્રમે વિજેતા બન્યા છે. થોડા સમય પહેલાં ઓપન ગુજરાત પોલીસ ડી. જી. પી. ચેસ સ્પર્ધામાં પણ તેઓ ચેમ્પિયન બન્યા હતા. પોલીસ ઓલ ઈન્ડિયા ટેબલ ટેનિસ સ્પર્ધા માટે પણ પસંદગી પામવા જેવી અનેક સિદ્ધિઓ તેમણે સર કરી છે. બોર્ડર આઈ. જી. પી. ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, ડી.વાય.એસ.પી. ક્રિશ્ચન આર. પી. આઈ. રાતડા, બી.ડી.ડી. એસ.પી.એસ.આઈ. કાગ અને ગ્રાઉન્ડ સેકન્ડ મેજર દોલત માનસિંગ ભાટીએ અભિનંદન પાઠવ્યાં હતાં.

Panchang

dd