લંડન, તા. 3 : ભારત સામે ચાલુ મહિને રમાનારી
ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 16 સભ્યની ટીમનું એલાન કર્યું
છે. ટીમની કમાન ફરી એક વખત સ્ટાર બેટ્સમેન હેરી બ્રુકના હાથમાં રહેશે. 16 સભ્યની ટીમમાં બે નવોદિત ખેલાડીને
સામેલ કરવામાં આવ્યા છે. સસેક્સના ઓલરાઉન્ડર જેમ્સ કોલ્સ અને ફાસ્ટ બોલર જોશ ટંગ પહેલી
વખત વન-ડે ટીમમાં સામેલ થયા છે. ફાસ્ટ બોલર ગસ એટકિંસન અને સાકિબ મહમૂદની ટીમમાં વાપસી
થઈ છે. બન્ને ખેલાડી ઈજાના કારણે વનડે સેટઅપમાંથી બહાર ચાલી રહ્યા હતા. આ ઉપરાંત ઈંગ્લિશ
ટીમમાં જોસ બટલર, જો રુટ,
જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, સેમ કરન જેવા અનુભવી ખેલાડીઓને પણ જગ્યા મળી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પહેલી
વન-ડે 14 જુલાઈના રોજ બર્મિંઘમમાં રમાશે.
જ્યારે બીજી મેચ 16 જુલાઈએ કાર્ડિફ
અને ત્રીજો મુકાબલો 19 જુલાઈના લોર્ડસના
મેદાનમાં રમાવાનો છે.