• શનિવાર, 04 જુલાઈ, 2026

નખત્રાણા તાલુકાનાં અરલ પાટિયા પાસે બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 3 : નખત્રાણા તા.નાં અરલ પાટિયા પાસે દોઢ દાયકા પૂર્વે બનાવાયેલું બસ સ્ટેન્ડ હાલ દયનીય હાલતમાં હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી સત્વરે સમારકામની માંગ ઊઠી હતી. દેવીસર પંચાયત હસ્તક આવતાં આ બસ સ્ટેન્ડ અંગે સરપંચ ડાયાલાલ રૂડાણીએ જણાવ્યું હતું કે, દોઢ દાયકા પૂર્વે બનેલું આ બસ સ્ટેન્ડ હાલ ખૂબ દયનીય હાલતમાં છે. મહિલાઓ, વૃદ્ધો, રોજિંદા મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર સમું આ બસ સ્ટેન્ડનું લાંબા સમયથી મરંમત કે નવિનીકરણ કરાયું નથી. બસ સ્ટેન્ડમાં બેસવાની જગ્યાએ પડેલા ખાડા, છતનાં પોપડાં ખરી પડવાં, કચરાના ગંજ ઉપરાંત પીવાનાં પાણી માટે બનાવેલા નળ સ્ટેન્ડ પણ જર્જરિત છે. પીડબલ્યુ હસ્તક આ બસ સ્ટેન્ડનું તાત્કાલિક નવિનીકરણ કરવા તેમજ મુસાફરો માટે જરૂરી સુવિધાઓ યોગ્ય કરવા ચોમાસાં પૂર્વે કામગીરી હાથ ધરાય તેવું શ્રી રૂડાણીએ જણાવ્યું હતું. 

Panchang

dd