• શનિવાર, 04 જુલાઈ, 2026

નરેડીમાં સુપર સિક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 16 ટીમે ભાગ લીધો

નલિયા (તા. અબડાસા), તા. 3 : ફેન્ડસ યુવા ગ્રુપ દ્વારા અંડર-20 સુપર સિક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું રાતાતળાવ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું હતું. આસપાસની 16 જેટલી ટીમે ભાગ લીધો હતો. સ્પર્ધાનો આરંભ સમાજના અગ્રણીઓ મીઠુભાઈ જેપાર, અમૃતભાઈ જેપાર, રવજીભાઈ જેપાર, મુરજીભાઈ જેપાર, રામજીભાઈ જેપાર, વાલજીભાઈ જેપાર તેમજ નરેડી ગ્રામ પંચાયતના સરપંચ જુસબ રાયમા તેમજ ઓધવરામ સત્સંગ મંડળ-રાતાતળાવના પ્રતિનિધિ વસંતભાઈ ભાનુશાલી વિગેરેની હાજરીમાં થયો હતો. ભારે રસાકસી બાદ ફાઈનલ મેચ મોમાય ટાઈગર-ભવાનીપર અને જય ઈલેવન-નરેડી વચ્ચે રમાઈ હતી, જેમાં ભવાનીપર ફાઈનલ વિજેતા થઇ હતી. ફાઈનલ મેચમાં તા.પં. સભ્ય વિક્રમાસિંહ સોઢા, ભૂતપૂર્વ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી, ચંદ્રાસિંહ જાડેજા તેમજ હીરજીભાઈ જેપાર અને કાનજીભાઈ બુચિયા, હુસેનભાઈ ખલીફા તેમજ બકાભાઈ જાડેજાએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રોફી તથા રોકડ રકમ એનાયત કરવામાં આવી હતી. બેસ્ટ ફિલ્ડર દીપ રબારી, બેસ્ટ બેટસમેન પુષ્પરાજાસિંહ સોઢા, બેસ્ટ બોલર અમન ભજીર તથા મેન ઓફ ધી સિરીઝ પ્રકાશ ગોરડિયા રહ્યા હતા. જય જેપાર, દીપક કુંવટ, ભરત જેપાર, ધ્રુવીન કુંવટ, અમન જેપાર, રોહિત કુંવટે સહયોગ આપ્યો હતો. સંચાલન રાજેશ ગરવાએ કર્યું હતું. 

Panchang

dd