• શુક્રવાર, 03 જુલાઈ, 2026

ઉધોગો માટે ગ્રીન ચેનલ સિસ્ટમ અમલી બનશે

હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 2 : ગુજરાતમાં નવો ધંધો, ફેક્ટરી કે ખજખઊ યુનિટ શરૂ કરવા ઈચ્છતા ઉદ્યોગ સાહસિકો માટેની પર્યાવરણ અંગેની મંજૂરી પ્રક્રિયા કઠિન ગણાતી હતી. તેનો હવે ટૂંકમાં કાયમ માટે અંત આવે એવી શક્યતા આકાર લઈ રહી છે. રાજ્ય સરકાર ઉદ્યોગોને પર્યાવરણીય મંજૂરીઓ  ઝડપથી આપવા માટે એક ગ્રીન ચેનલ ક્લિયરન્સ સિસ્ટમ અમલમાં મુકવાની લાવવાની તૈયારી કરી રહી છે. આ આંતરિક ડ્રાફ્ટ પ્લાન મુજબ, આ નવી સિસ્ટમના અમલની સાથે જ પરંપરાગત ઇન્સ્પેક્શન રાજ નાબૂદ થશે અને ડિજિટલ ટ્રસ્ટ અને વહીવટી સરળીકરણને પ્રાધાન્ય અપાશે. આ નીતિ હેઠળ પ્રદૂષણ મુક્ત કે અલ્પ પ્રદૂષણ કરતા ઉદ્યોગોને સરકારી ઓફિસોના ધક્કા ખાધા વગર ત્વરિત કામ શરૂ કરવાની મંજૂરી મળી શકશે. સૂત્રોની માહિતી મુજબ, એક વ્હાઇટ અને ગ્રીન કેટેગરી માટે સ્માર્ટ વિન્ડો જાહેર કરાય એવી શક્યતા છે. જે મુજબવ્હાઇટ કેટેગરીમાં એવા ઉધોગોને સામેલ કરાશે કે, જેનાથી પર્યાવરણને નુકસાન થતું. જયારે બહુ ઓછું પ્રદૂષણ કરતા ઉધોગોને ગ્રીન કેટેગરીમાં સામેલ કરાશે. આવા ઉધોગોને પર્યાવરણીય મજૂરી લેવા માટે એક પ્રોર્ટલ બનાવાશે. આ ઉધોગોને માત્ર આ ઓનલાઈન પોર્ટલ પર વિગતો ભરવાની રહેશે. આવી અરજી સબમિટ થતાંની સાથે જ સિસ્ટમ આપોઆપ વેરિફિકેશન કરીને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ-ગઘઈ જનરેટ કરી દેશે. અધિકારીઓની રૂબરૂ તપાસ માટે ઉદ્યોગપતિઓએ મહિનાઓ સુધી રાહ નહીં જોવી પડે. આ માસ્ટર પ્લાનમાં માત્ર નાના જ નહીં, પણ મધ્યમ અને મોટા ઉદ્યોગો એટલે કે  ઓરેન્જ અને રેડ કેટેગરીના ઉધોગો માટે પણ મોટી વહીવટી રાહતની જોગવાઈ કરાય એવી શક્યતા નકારી શકાતી નથી. અત્યાર સુધી મોટા પ્રોજેક્ટ્સ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-ઋઙઈઇના અધિકારીઓ સ્થળ પર આવીને ક્રુટિની કરતા હતા. જેમાં લાંબો સમય જતો હતો. હવે આ સંભવિત નવા સુધારા મુજબ, સરકાર દેશની આઈઆઈટી, એનઆઈટી અથવા માન્યતા પ્રાપ્ત ટોચની એન્જાનિયારિંગ કોલેજો જેવી સ્વીકૃત સ્વાયત્ત અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા થર્ડ-પાર્ટી ઓડિટ રિપોર્ટને સીધો માન્ય રાખશે. જો કોઈ પ્રતિષ્ઠિત સંસ્થાએ પ્રોજેક્ટના પ્લાન્ટને ગ્રીન સિગ્નલ આપ્યું હશે. - ડ્રાફ્ટ હાલ ઉચ્ચ સ્તરે મંજૂરીના આખરી તબક્કામાં : આ પ્રપોઝલ હાલ ઉચ્ચ સ્તરે મંજૂરીના આખરી તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ તેને કેબિનેટ સમક્ષ ઔપચારિક મંજૂરી માટે મૂકવામાં આવી શકે છે.  - મોનિટરિંગ અને દંડની જોગવાઈ : પોસ્ટ-ક્લિયરન્સ વેરિફિકેશન જેવી મંજૂરી પ્રક્રિયા થકી ફેક્ટરી શરૂ થયા બાદ સરકાર રેન્ડમ સરપ્રાઈઝ ચાકિંગ કરશે. જો સેલ્ફ-સર્ટિફિકેશનમાં કોઈ ઉદ્યોગે ખોટી માહિતી આપી હશે અથવા નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે, તો માત્ર પરવાનગી રદ નહીં થાય, પણ કંપની પર ભારે આર્થિક દંડ અને બ્લેકલિસ્ટ કરવાની કડક કાર્યવાહી કરાશે. 

Panchang

dd