• શનિવાર, 04 જુલાઈ, 2026

આજે બીજી ટી-20 : વૈભવને તક અપાશે ?

નવી દિલ્હી, તા. 3 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીનો બીજો મુકાબલો શનિવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાશે. બીજી મેચ ભારતીય સમય અનુસાર સાત વાગ્યે શરૂ થવાની છે. આ ઉપરાંત ટોસ માટે બન્ને ટીમના કેપ્ટન અડધો કલાક પહેલા મેદાનમાં આવી જશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલા પહેલા ટી-20માં વરસાદ પડવાના કારણે પરિણામ આવી શક્યું નહોતું. ભારતે પહેલા બેટિંગ કરતા અભિષેક શર્મા અને શ્રેયસ અય્યરની અર્ધસદીની મદદથી 189 રન કર્યા હતા. જ્યારે શિવમ દુબેએ અંતિમ ઓવરોમાં 21 બોલમાં 42 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. સંજૂ સેમસન ફરી એક વખત નિષ્ફળ રહ્યો હતો. તેવામાં ફરી એક વખત આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બીજી ટી-20 મેચમાં વૈભવ સૂર્યવંશીને પદાર્પણની તક મળી શકે છે. આ ઉપરાંત ટીમમાં મોટો બદલાવ કરવામાં આવે તેવી સંભાવના ઓછી છે. ઈશાન કિશન પણ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યખો નથી. 

Panchang

dd