• શનિવાર, 04 જુલાઈ, 2026

માધાપરમાં લૂંટનો પ્રયાસ કરનારા બે આરોપી ઈન્દોરથી ઝડપાયા

ભુજ, તા. 2 : માધાપરમાં દુકાનમાં ઘૂસીને લૂંટની કોશિશમાં સંડોવાયેલા અને નાસતા-ફરતા બે આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની એલસીબીએ મધ્યપ્રદેશના ઈન્દોરથી ઝડપી પાડયા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમી, ટેકનિકલ અને માનવીય સંદર્ભોના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી સુનીલ રામગોપાલ ભાયલ અને દિનેશ ભગવાન ભાયલને પોલીસે ઝડપી પાડી બંને આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે માધાપર પોલીસેને સોંપ્યા હતા. 

Panchang

dd