• શનિવાર, 04 જુલાઈ, 2026

ભુજ-માંડવીમાં આંકડાનો જુગાર રમતા પાંચ ખેલી જબ્બે

ભુજ, તા. 3 : ભુજ અને માંડવીમાં જુગાર અંગે પડાયેલા જુદા-જુદા ત્રણ દરોડામાં પાંચ શખ્સને ઝડપી લઈ તેમની પાસેથી રોકડા રૂા. 25,230 મળી કુલ રૂા. 1,00,230નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભુજમાં શ્રીદેવી ઓપન બજારનો વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતા જુસબ ઈસ્માઈલ સોઢાને પકડી તેની પાસેથી રોકડા રૂા. 2,730 કબજે કર્યા હતા. બીજી બાજુ માંડવીમાં કારમાં આંક ફરકનો જુગાર રમતા રાકેશ પ્રવીણકુમાર પલણ, જગદીશ વલ્લભજી પાંજરીવાલા અને રાજુભા મેઘરાજજી ઝાલાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂા. 11,100 તથા ત્રણ મોબાઈલ અને કાર મળી કુલ રૂા. 86,100નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે માંડવીમાં સાંજીપડી પાસે મિલન બજારના આંક ફરકનો જુગાર રમતા અજિતસિંહ ઝાલાને પકડી પાડી રોકડા રૂા. 11,400 જપ્ત કર્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓ સામે પોલીસે જુગારધારા તળે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Panchang

dd