• શનિવાર, 04 જુલાઈ, 2026

ગાંધીધામમાં ગહેના પ્રીમિયમનું ત્રિદિવસીય એક્ઝિબિશન

ભુજ : મુંબઈની ખ્યાતનામ દૃષ્ટિ ઈવેન્ટ્સ એન્ડ પ્રમોશન પ્રા. લિ. ઈવેન્ટ્સ કંપની જે ભારતના વિવિધ શહેરોમાં અગ્રણ્ય જ્વેલરી બ્રાન્ડસને સાથે રાખી એક્ઝિબિશન કરે છે જેથી સ્થાનિક ગ્રાહકોને એક જગ્યાએ જ ગુજરાતના ખ્યાતનામ અને અગ્રણી જ્વેલર્સની રિયલ ગોલ્ડ જ્વેલરીનું પ્રીમિયમ કલેકશન જોવા મળે છે, સતત બે વર્ષથી અપ્રતિમ સફળતા મળ્યા બાદ કચ્છમાં ત્રીજાં વર્ષે મલ્ટિ બ્રાડન્સ જ્વેલરીના એક્ઝિબિશનનું ગાંધીધામની હોટેલ રેડિશન ખાતે તા. 3, 4 અને 5 જુલાઈ એમ ત્રણ દિવસ માટે આયોજન કરાયું છે. આ એક્ઝિબિશન સેલમાં અનંતા જ્વેલર્સ-અમદાવાદ, કલાનિધિ જ્વેલર્સ-સુરત, 92.5 સિલ્વર બ્રાઈડલ જ્વેલરી માટે પ્રખ્યાત બેલ્લા રોકા-સુરત, ઉં.ઊં.ઉં જ્વેલર્સ-જયપુર, વી.વી. જવેલર્સ, ભગવતી જ્વેલર્સ-અમદાવાદ, તત્સમ જ્વેલર્સ- સુરત, ઓરીતા ડાયમંડ્સ-અમદાવાદ, પચ્છીઘર જ્વેલર્સ- અમદાવાદ જેવી ભારતની ખ્યાતનામ બ્રાન્ડ્સની પ્રીમિયમ જ્વેલરીનું એકસકલુસિવ કલેકશન કચ્છીઓને એક જ જગ્યાએ જોવા મળી રહેશે. ભારતના 17 શહેરમાં અત્યાર સુધી 350થી વધુ એક્ઝિબિશન યોજના માત્ર દૃષ્ટિ ઈવેન્ટસ દ્વારા કચ્છી નવાં વર્ષ પૂર્વે આ આયોજન કરવામાં આવ્યું છે, હોટેલ રેડિશન મધ્યે પ્રારંભ થયેલા આ એક્ઝિબિશનની દરરોજ બપોરે 4.00થી રાત્રે 11.30 સુધી મુલાકાત લઈ શકશે, જેમાં એન્ટિક ગોલ્ડ, ટેમ્પલ જ્વેલરી, પોલ્કી, રિયલ ડાયમન્ડ, જડાવ (જડતર), ખાખોમોતી તથા 2026નું લેટેસ્ટ બ્રાઈડલ જ્વેલરી કલેકશન, જેમાં  5000 કરતાં પણ વધુ ડિઝાઈન્સ જોવા મળશે. આ પ્રદર્શનની મુલાકાત સાથે ખરીદી કરી શકાશે. વધુ વિગત માટે 98923 98360 નંબર પર સંપર્ક કરી શકાશે.  

Panchang

dd