• શુક્રવાર, 03 જુલાઈ, 2026

દિલ્હી હચમચાવવાનો નાપાક કારસો વિફળ

નવી દિલ્હી, તા. 2 : દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવાના પાકિસ્તાનના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. પંજાબ પોલીસના સહયોગથી હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે હાથ ધરેલી કાર્યવાહીમાં ચાર આતંકીની ધરપકડ કરાઈ હતી. એક મીડિયા હેવાલ મુજબ, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા સમર્થિત આતંકવાદ અને શસ્ત્રોની તસ્કરીના એક નેટવર્કનો પર્દાફાશ કરાયો હતો, જેમાં પકડાયેલા  બધા આરોપી સરહદ પાર સ્થિત તેમના હેન્ડલર્સ સાથે સીધા અને દિલ્હી-એનસીઆરમાં આતંક ફેલાવવાની અંતિમ તૈયારીઓ કરી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી બે અત્યાધુનિક વિદેશી બનાવટની પિસ્તોલ - જેમાં કુખ્યાત તુર્કી બનાવટની `િઝગાના પિસ્તોલ'નો સમાવેશ થાય છે - નવ જીવંત કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. સ્પેશિયલ સેલના ડીસીપી પ્રવીણ કુમાર ત્રિપાઠીના જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં રહેતો આઈએસઆઈ હેન્ડલર શહજાદ ભટ્ટી તેના સ્થાનિક કાર્યકરો દ્વારા દિલ્હીમાં એક મોટી ઘટનાનું કાવતરું ઘડી રહ્યો હતો. આ કાવતરાને અંજામ આપવા માટે શહજાદ ભટ્ટીએ પંજાબના સરહદી વિસ્તારોમાંથી સ્થાનિક યુવાનોને પૈસા અને ડ્રગ્સની લાલચ આપીને ફસાવ્યા હતા. ગુપ્ત માહિતીની ચકાસણી કર્યા પછી, સ્પેશિયલ સેલે તપાસ શરૂ કરી અને દિલ્હી અને પંજાબમાં શંકાસ્પદ છુપાયેલા સ્થળો પર શ્રેણીબદ્ધ દરોડા પાડયા હતા. સ્પેશિયલ સેલે પંજાબના અમૃતસરના મજીઠા રોડ વિસ્તારમાંથી શુભદીપ સિંહ (ઉર્ફે વિશાલ)ની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે તેની પાસેથી એક સેમી-ઓટોમેટિક પિસ્તોલ, પાંચ કારતૂસ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, તેણે સ્વીકાર્યું હતું કે, તે એક્રિપ્ટેડ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા `શહઝાદ ભટ્ટી નેટવર્ક'ના પાકિસ્તાની હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતો. 

Panchang

dd