• શનિવાર, 04 જુલાઈ, 2026

વીડી ખાતેથી શખ્સની અટક : રાજસ્થાનમાં યુવતીને ફસાવી-બદકામ કર્યું હતું

ગાંધીધામ, તા. 3 : રાજસ્થાનના ગંગાનગર ખાતે યુવતી સાથે બળાત્કાર ગુજારી અંજારના વીડી ખાતે નાસી આવેલા શખ્સને સ્થાનિક પોલીસે પકડી પાડી રાજસ્થાન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. અંજારના વીડીમાં રહેનાર સાજી અલીમામદ મંગરિયા નામના શખ્સ સામે રાજસ્થાનના ગંગાનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તેણે ઈન્સ્ટાગ્રામનાં માધ્યમથી યુવતીનો સંપર્ક કરી તેને ખોટું નામ આપી લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેણે યુવતી સાથે બદકામ કરી અહીં વીડી ખાતે નાસી આવ્યો હતો, જે અંગે અંજાર પોલીસને જાણ કરાતાં સ્થાનિક પોલીસે આ શખ્સને પકડી પાડયો હતો અને રાજસ્થાન પોલીસના હવાલે કરાયો હતો. 

Panchang

dd