ગાંધીધામ, તા. 3 : અંજારના વરસામેડી તથા સતાપર
ફાટક પાસે પોલીસે કાર્યવાહી કરી બે શખ્સને પકડી પાડયા હતા. આ બે શખ્સ પાસેથી રૂા. 48,025નો શરાબ જપ્ત કરાયો હતો. વરસામેડીમાં
અંબાજીધામ સોસાયટીના મકાન નંબર 242માં પોલીસે
કાર્યવાહી કરી વિરમ અમરત ઠાકોરને ઝડપી પાડયો હતો. મકાનમાં પેટી પલંગમાંથી ગ્રીન લેબલની
700 મિલિની 65 બોટલ કિંમત રૂા. 36,725નો દારૂ જપ્ત કરાયો હતો. પકડાયેલો
શખ્સ કાના દેવા ભરવાડ માટે દારૂ વેચતો હોવાનું બહાર આવ્યું હતું અને આ કાનો ભરવાડ ગેરહાજર મળ્યો હતો. બીજી કાર્યવાહી અંજારમાં સતાપર
ફાટક પાસે કરાઇ હતી. એક્સેસ નંબર જીજે-12-એચએ-9843માં આવતા
વિરમ રામ મવર (ગઢવી)ને ઝડપી પાડી વાહનમાંથી રૂા. 11,300ની 20 બોટલ જપ્ત
કરાઇ હતી. તેને આ દારૂ આદિપુરનો હરિ ગઢવી આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું.