• શનિવાર, 04 જુલાઈ, 2026

20 જુલાઈથી સંસદના ચોમાસુ સત્રની શક્યતા

નવી દિલ્હી, તા. 3 : સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થવાની શક્યતા છે. જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. ચાર અઠવાડિયા ચાલનારા આ સત્રમાં 19 બેઠક યોજાશે. તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણ, શિવસેના યુટીબીમાંથી સાંસદોનો બળવો, ઈન્ડિયા બ્લોકમાંથી ડીએમકે અલગ થઈ ગયાની અસર સંસદનાં આ ચોમાસુ સત્રની બેઠક વ્યવસ્થામાં જોવા મળશે. સંસદનું સત્ર શરૂ થયા પહેલાં લોકસભા સ્પીકર તૃણમૂલના 20 બંડખોર સાંસદના એનસીપીઆઈમાં વિલય ઉપર પોતાનો નિર્ણય પણ આપશે. આવી જ રીતે શિવસેના યુટીબીના છ સાંસદના શિવસેના શિંદેમાં વિલય ઉપર પણ તેમનો ફેંસલો આવશે. ડીએમકે અને તૃણમૂલના વિદ્રોહી સાંસદોને લોકસભામાં વિપક્ષથી અલગ બેસાડવા અંગે પણ નિર્ણય કરવામાં આવશે, તો બીજીબાજુ બે તૃતિયાંશ બહુમતની નજીક પહોંચી ગયેલી એનડીએ સરકાર મહત્ત્વના વિધેયકોને સંસદનાં આ સત્રમાં લાવવા ઉપર જોર રાખશે. આ ઉપરાંત સરકાર બે મહત્ત્વનાં બંધારણીય સુધારા વિધેયક પણ લાવે તેવી શક્યતા છે. આ સિવાય સરકાર મહિલા આરક્ષણ અને સીમાંકન સાથે જોડાયેલા બિલ પણ લાવી શકે છે. આ મુદ્દે સંસદમાં શાસક અને વિપક્ષ વચ્ચે વધુ એકવાર ઘમસાણ જોવા મળશે તે લગભગ નિશ્ચિત છે. આ ઉપરાંત સરકાર એક દેશ એક ચૂંટણી ખરડો પસાર કરાવવા માટે પણ ભાર મૂકી શકે છે. આ સિવાય એફસીઆરએ બિલ, વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન ખરડો, એન્ટિ ડોપિંગ બિલ પણ ચોમાસુ સત્રમાં લાવવામાં આવી શકે છે. 

Panchang

dd