• શનિવાર, 04 જુલાઈ, 2026

વ્યસનમુક્તિ કેન્સરથી બચવાનો શ્રેષ્ઠ વિકલ્પ

ભુજ, તા. 3 : `નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસીએશન' (નીમા) કચ્છ અને `કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક' દ્વારા સ્વ. ડો. રામ ગઢવીની પુણ્ય સ્મૃતિમાં `કેન્સર અને વ્યસન જાગૃતિ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું.  KDCC બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ બેંકના આંગણે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ડો. કોષાબેન મંકોડી તથા ડો. વર્ષાબેન મજેઠિયાએ ધન્વંતરિ વંદનાનું ગાન કર્યું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ડો. રામભાઈ ગઢવી સાથેનાં સંસ્મરણો યાદ કરી લોકજાગૃતિ કાર્યક્રમને બિરદાવ્યો હતો. ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ડો. રામ ગઢવીની કર્તવ્યનિષ્ઠા અને સમાજ પ્રત્યેની સેવાભાવના યાદ કરી હતી.   આ કાર્યક્રમમાં સ્વ. ડો. રામ ગઢવીના પરિવારજનો, બેંકના સભાસદો તથા ભુજના તબીબ મિત્રો જોડાયા હતા. આ કાર્યક્રમમાં જાણીતા ઓન્કોસર્જન ડો. નિકુંજ ચૌહાણ દ્વારા  `સામાન્ય કેન્સર વિશે જાણકારી' અને ડો. પી. જી. શાહ દ્વારા `તમાકુ અને દારૂ છોડવા' અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વ્યસનમુક્ત જીવન જીવવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં નીમા-ગુજરાત પ્રમુખ ડો. હસમુખભાઈ વૈદ્ય, ડો. કમલેશભાઈ રાજગોર, ડો. હસમુખભાઈ પટેલ, ડો. નરેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, ધર્મેશભાઈ ગોર, રૂપલબેન ચાવડા, ઈંખઅ પ્રમુખ ડો. વિશાલ જોષીઈંખઅ મંત્રી ડો. પાર્થરાજસિંહ જાડેજા, ડેન્ટલ ક્લબ ભુજ પ્રમુખ ડો. સમીર શાહ અને GAIMSના મેડિકલ ડિરેક્ટર ડો. નરેન્દ્ર હીરાણી ઉપસ્થિત રહ્યા  હતા. સંચાલન ડો. દિપેશ ઠક્કરે, તો ડો. મેહુલાસિંહ ઝાલાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા નેશનલ ઈન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિયેશન-કચ્છના ડો. જય અંજારિયા, ડો. અનિલ મજેઠિયા, ડો. વર્ષાબેન મજેઠિયા, ડો.આલાપ અંતાણી, ડો. રુચિર અખાણી, ડો. પુનિલ ધલ, ડો. જિતેન્દ્ર ભાનુશાલી, ડો. પ્રભવ અંતાણી વેગરેએ જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd