• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

ક્યારે હટશે સૂર્યાના બેટ ઉપરથી ગ્રહણ ?

કોલંબો, તા. 16 : કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં સુપર 4 મેચમા બંગલાદેશે ભારતને છ રને હરાવ્યું હતું. બંગલાદેશે ભારતને જીત માટે 266 રનનો ટારગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા ટીમ ઈન્ડિયા 259 રન જ કરી શકી હતી. આ મુકાબલા માટે ભારતે કોહલી, હાર્દિક પંડયા, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને કૂલદીપ યાદવને આરામ આપ્યો હતો. તેવામાં સૂર્યકુમાર યાદવને તક મળી હતી. જો કે ફરી એક વખત સૂર્યકુમાર આશા ઉપર ખરો ઉતર્યો નહોતો અને 34 બોલમાં 26 રન કરીને બોલ્ડ થયો હતો. 33 વર્ષીય સૂર્યકુમાર યાદવ વનડે ઈન્ટરનેશનલમાં સતત ફ્લોપ થયો છે. સૂર્યા તકનો ફાયદો ઉઠાવવામાં નકામ રહ્યો છે. સૂર્યકુમારે અત્યારસુધીમાં 27 વનડે મેચમાં 24.40ની સરેરાશથી 537 રન કર્યા છે. આ દરમિયાન બે અર્ધસદી કરી છે. જો કે છેલ્લી 19 ઈનિંગમાં એક પણ અર્ધસદી કરી શક્યો નથી. સૂર્યકુમાર યાદવે વનડે ડેબ્યુ 18 જુલાઈ 2021મા શ્રીલંકા સામે કોલંબોમાં કર્યું હતું. આ મુકાબલામાં નોટઆઉટ 31 રન કરીને પ્રભાવ છોડયો હતો. બાદમાં બીજા વનડેમાં જ અર્ધસદી કરી હતી. ત્યારે લાગી રહ્યું હતું કે સૂર્યા મિડલ ઓર્ડરનો મજબુત ખેલાડી બનશે. જો કે ફેબ્રુઆરી 2022ના વિન્ડિઝ સામે 64 રન કર્યા બાદ વનડે ક્રિકેટમાં ફોર્મ ગુમાવી ચૂક્યો છે.

Janmadin Vishesh Purti

Panchang