• સોમવાર, 16 માર્ચ, 2026

ટ્રમ્પ વિજયની ઘોષણા કરીને ખાડીમાંથી પીછેહઠ કરશે ?

ઈરાન - અમેરિકાની લડાઈ ક્યારે બંધ થશે? આ પ્રશ્ન આપણે જ નહીં, અમેરિકામાં પણ પૂછાઈ રહ્યો છે ! અનિશ્ચિત સ્થિતિ છે કારણ કે, પ્રેસિડન્ટ ટ્રમ્પ રોજબરોજ વિરોધાભાસી નિવેદનો કરી રહ્યાં છે. હવે છેલ્લા અહેવાલ મુજબ એમણે ધમકી આપી છે કે, આગામી સપ્તાહે ઈરાન ઉપર ખૂબ જ ભારી હુમલો થશે. આ અગાઉ એમણે `ફોક્સ ન્યૂઝ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ઈરાન હવે ખતમ થયું છે - હવે હુમલા જ ક્યાં કરવા? આ ઇન્ટરવ્યૂ પછી અહેવાલો અને અટકળો એવી શરૂ થઈ કે ટ્રમ્પ હવે યુદ્ધવિરામ કરવા માગે છે. ઈરાનમાં અમેરિકાના વિજયની જાહેરાત કરીને વિશ્વને રાહત આપશે? પણ આવી આશા રાખવાની ઉતાવળ કરી શકાય એમ નથી. પ્રશ્ન એ છે કે, ટ્રમ્પ આવી વિરોધાભાસી જાહેરાતો કેમ કરી રહ્યા છે? ઈરાનને ખોટી આશા અને ગેરમાર્ગે દોરવા માગે છે? વાસ્તવમાં ઈરાને વળતા હુમલા કર્યા છે. ઇઝરાયલ અને બીજા અખાતી દેશોને નુકસાન પહોંચાડયું છે, એટલું જ નહીં લડાઈ છ મહિના ચાલે તો પણ પોતે તૈયાર હોવાનું જણાવ્યું છે. વોશિંગ્ટનથી આવતા અહેવાલો ટ્રમ્પના સલાહકારોમાં એકમતી નહીં હોવાનો સ્પષ્ટ નિર્દેશ આપે છે. વ્હાઇટ હાઉસમાં સલાહકારોનું એક ગ્રુપ કહે છે કે લડાઈ લાંબી ચાલે તો અમેરિકાને ભારે પડશે : ઈંધણ - ગેસોલીનના ભાવ વધી રહ્યા છે તેની રાજકીય કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પના આર્થિક સલાહકારો અને રાષ્ટ્રીય ઇકોનોમિક કાઉન્સિલના સભ્યોએ ટ્રમ્પને ચેતવ્યા છે કે, ક્રૂડતેલના ભાવમાં થયેલો ભડકો અર્થતંત્રને દઝાડી રહ્યો છે અને તેની અસર જનમાનસ ઉપર પડી છે. અમેરિકામાં લડાઈને સમર્થન આપનારા લોકોની સંખ્યા ઓછી છે અને ઘટતી જાય છે! ટ્રમ્પના રાજકીય સલાહકારો પણ આ ચેતવણી સાથે સંમત છે, ત્યારે બીજી બાજુ લડાઈ ચાલુ રાખવાની હિમાયત કરનારા પણ ઘણા છે. ઈરાન અણુશત્રો ધરાવે અને અમેરિકી સૈનિકો ઉપર હુમલો કરે ત્યાં સુધી રાહ જોઈ શકાય નહીં એમ કહે છે. ત્રીજી બાજુ ટ્રમ્પની લોકપ્રિયતા ઉપર નજર રાખનારા પણ કહે છે કે, આપણે વધુ મોટા સંઘર્ષમાં ફસાઈ જવાની જરૂર નથી. રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીમાં પણ વિરોધાભાસી નિવેદનો આવી રહ્યાં છે. આમ વિરોધાભાસી સલાહ અને સૂચનો વચ્ચે ટ્રમ્પ - હાલકડોલક છે ! સંરક્ષણ ખાતાંએ કોંગ્રેસ - અમેરિકી સંસદને આપેલી માહિતી મુજબ લડાઈના એક જ સપ્તાહમાં અમેરિકાએ 11.3 બિલિયન ડોલરનો ધુમાડો કર્યો છે અને આ આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા નિરીક્ષકો માને છે કે, ટ્રમ્પ માટે હિતાવહ વ્યૂહ એક જ છે : માત્ર યુદ્ધ ખતમ - બંધ થયાની અને ઈરાનનો ભારે પરાજય થયાની જાહેરાત કરી દેવી, પણ ઈરાનમાં શાસન પરિવર્તન કરવાની `પ્રતિજ્ઞા' કરી હોવાથી ટ્રમ્પ પીછેહઠ કરશે

Panchang

dd