• શુક્રવાર, 13 માર્ચ, 2026

વડાલામાં યોજાયેલી ક્રિકેટ ટૂર્ના.માં કષ્ટભંજન ઇલેવન ચેમ્પિયન

વડાલા ( તા. મુંદરા), તા. 11 : અહીં ગૌસેવાર્થે યોજાયેલી ડે-નાઇટ ટૂર્નામેન્ટમાં કષ્ટભંજન ઇલેવન, કપાયા અને શ્રીરામ ઇલેવન વડાલા વચ્ચે રમાયેલી ફાઈનલમાં 38 રને જીત સાથે કષ્ટભંજન ઇલેવન ચેમ્પિયન થઈ હતી. વડાલાના તમામ સમાજના યુવા ગ્રુપ દ્વારા ગૌસેવાના લાભાર્થે યોજાયેલી ફાઇનલ મેચનો પ્રારંભ સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ટોસ ઉછાળીને કરવામા આવ્યો હતો. ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રાજુભા પઢિયાર, મેન ઓફ ધ સિરીઝ સંઘાર પરેશ  બિદડા, બેસ્ટ બેટ્સમેન રાજવીરસિંહ જાડેજા, બેસ્ટ બોલર રાજુભા પઢિયાર રહ્યા હતા.  સાંસદ સાથે મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ અને કરછ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તસિંહ જાડેજા, મહામંત્રી જિજ્ઞેશ હુંબલ, ભદ્રેશ્વર જિ. પં. ના સભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વડાલા  સરપંચ ગાવિંદ ગઢવી, મોખા સરપંચ તિલક ફફલ, વડાલાના પૂર્વ સરપંચ શામજી મહેશ્વરી, યુવા આગેવાન નવીન રબારી, ભદ્રેશ્વરના પૂર્વ સરપંચ ઉમર કુંભાર, મનહર મોખા, ઉપસરપંચ પ્રતિપાલસિંહ જાડેજા  હાજર રહ્યા હતા. ટૂર્નામેન્ટને સફળ બનાવવા દાતાઓએ  યોગદાન આપ્યું હતું. મુખ્ય દાતા નારૂભા ઉમરસંગ સમા, અક્ષર એગ્રો પ્રોસાસિંગ પ્રા. લિ.ના રઘુવીરસિંહ ટપુભા જાડેજા, નુરમામદ બાબુભાઈ ખલીફા, નવીન વંકાભાઈ રબારીવડાલા સરપંચ ગાવિંદ ગઢવી, જિજ્ઞેશ કરશન આહીર મોખા, ટૂર્નામેન્ટમાં કપના દાતા વિજયસિંહ જોરૂભા જાડેજા, તમામ ખેલાડીને ટીશર્ટના દાતા સ્વ. નટુભા હરિસંગ સોઢા (વડાલા), બોલના દાતા હારૂન કારા (ભદ્રેશ્વર), દર્શકોને પાણીની સેવા આપનારા ભાવેશ ગાવિંદ આમના (વડાલા) રહ્યા હતા. આયોજનને સફળ બનાવવામાં  વડાલાના તમામ સમાજના યુવા  ગ્રુપે જહેમત ઉઠાવી હતી.  કોમેન્ટેટર તરીકે જુમા મામદ કુંભાર (ભદ્રેશ્વર), મનોજ ભટ્ટી (ભદ્રેશ્વર) સાથે હરેશ જીવન જોગી (વડાલા), ક્રિષ્ના માતંગ (વડાલા), સ્કોરર તરીકે દિનેશ નીજલ, શંકર કોચરા, વિશાલ માતંગ, અજીતાસિંહ રાઠોડ, ખુશાલ બુચિયા, જિગર નીજળ વિ.એ સેવા આપી હતી. 

Panchang

dd