• શનિવાર, 14 માર્ચ, 2026

પાક કેપ્ટનના રનઆઉટ થવા મુદ્દે વિવાદ

મિરપુર તા.13 : પાકિસ્તાન અને બાંગલાદેશ વચ્ચે બીજી વન ડે મેચમાં વરસાદની અડચણ આવી હતી. 27પ રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરી રહેલ બાંગલાદેશના 6.3 ઓવરમાં 3 વિકેટે 27 રન થયા હતા. ત્યારે વરસાદને લીધે રમત અટકી ગઇ હતી. મેચ દરમિયાન પાક. બેટધર સલમાન આગાના 64 રને રનઆઉટ થવા પર ભારે વિવાદ થયો હતો. બાંગલાદેશના કેપ્ટન મહેંદી હસન મિરાજ બોલિંગ કરતો ફોલો થ્રૂમાં દડો રોકતી વખતે આગા સાથે અથડાયો હતો. આ દરમિયાન આગાએ દડો આપવાનો પ્રયાસ કર્યો હતો. તે ક્રિઝની બહાર હતો. આથી મિરાજે ઝડપથી દડો લઇ સ્ટમ્પ પર થ્રો કરી રન આઉટની અપીલ કરી હતી. જે ત્રીજા અમ્પાયરે માન્ય રાખી હતી. આઉટ થયા પછી સલમાન આગા ઘણો ગુસ્સામાં હતો અને પરત ફરતી વખતે હેલ્મેટ અને ગ્લોઝ ફગાવી દીધા હતા. આ ઘટનાથી બન્ને ટીમ વચ્ચેનો માહોલ ગરમ બની ગયો હતો. ક્રિકેટ જગતમાં આ ઘટનાના મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યા હતા. અગાઉ પાકિસ્તાને આખરી 7 વિકેટ 60 દડામાં 43 રનમાં ગુમાવી હતી. આથી પાક. ટીમ 274 રને અટકી ગઇ હતી અને 47.3 ઓવરમાં ઓલઆઉટ થઇ હતી. પાકિસ્તાન તરફથી નવોદિત ઓપનિંગ બેટર માજ સદાકતે સર્વાધિક 7પ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે માત્ર 46 દડમાં 6 ચોગ્ગા અને પ છગ્ગાથી 7પ રન કર્યાં હતા. આ સિવાય અનુભવી સલમાન આગાએ 62 દડામાં 7 ચોગ્ગા-2 છગ્ગાથી 64, મોહમ્મદ રિઝવાને પ9 દડામાં પ ચોગ્ગાથી 44 અને સાહિબઝાદા ફરહાને 31 રન કર્યાં હતા. બાંગલાદેશ તરફથી રિશાદ હુસેને 3 વિકેટ લીધી હતી. કપ્તાન મહેંદી હસન મિરાજને 2 વિકેટ મળી હતી. પહેલા વન ડેમાં પ વિકેટ લેનાર નાહિદ રાણાને આજે બીજા મેચમાં 1 વિકેટ મળી હતી. પ્રથમ વન ડેમાં પાકિસ્તાન સામે બાંગલાદેશનો ફકત 1પ.1 ઓવરમાં 8 વિકેટે જોરદાર વિજય થયો હતો. 

Panchang

dd