• સોમવાર, 23 માર્ચ, 2026

શ્રેયસ અય્યરની ગર્જના : મારી નજર ટ્રોફી પર

ચંદિગઢ, તા. 22 : આઇપીએલ-202પ સીઝનમાં પંજાબ કિંગ્સને ફાઇનલ સુધી લઈ જનાર કપ્તાન શ્રેયસ અય્યર હવે આ વખતે એક ડગલું આગળ વધવા માગે છે. પીબીકેએસની નવી જર્સી લોન્ચના કાર્યક્રમમાં શ્રેયસ અય્યરે જણાવ્યું કે આશા ઘણી છે. જે હોવી પણ જોઈએ. મને પડકારો પસંદ છે. જરૂરી વાત એ છે કે અમે મેદાનમાં ઉતરીએ ત્યારે જીત હાંસલ કરીએ. મારી નજર ટ્રોફી પર છે. પાછલા કેટલાક સમયથી શ્રેયસ અય્યર પરિદૃષ્યથી બહાર છે. ગત ઓકટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ઇજાગ્રસ્ત થયા પછી તેને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની એક પણ મેચ રમવાનો મોકો મળ્યો ન હતો જ્યારે ટી-20 વિશ્વ કપ ટીમમાં સામેલ ન હતો. શ્રેયસે જણાવ્યું કે ઇજા પછી વાપસી કરવી હંમેશા પડકારરૂપ હોય છે. મારું 7 કિલો વજન ઉતરી ગયું હતું. જે ફરી હાંસલ કરવા ઘણી મહેનત કરવી પડી. મને ખુશી છે કે મેં સંપૂર્ણ ફિટનેસ મેળવી લીધી છે. હવે ટીમ માટે યોગદાન આપવા ઉત્સુક છું. કાર્યક્રમમાં હાજર પંજાબ કિંગ્સના બોલર અર્શદીપ સિંઘે કહ્યું કે અમે હોમ ગ્રાઉન્ડ પરના તમામ મેચ જીતવા માગીએ છીએ. આ માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસ થશે. પંજાબ ટીમ તેનાં અભિયાનની શરૂઆત ન્યૂ ચંદિગઢમાં ગુજરાત ટાઈટન્સ સામે 31 માર્ચે કરશે. 

Panchang

dd