• સોમવાર, 23 માર્ચ, 2026

અબજીબાપાની વાતોનું પઠન કરવાથી અક્ષરધામની પ્રાપ્તિ થાય

માધાપર (તા. ભુજ), તા. 22 : અહીં સદ્ગુરુ શાત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે  ષોડ્ષોપચારથી પૂજન, અર્ચન, આરતી બાદ ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે અબજીબાપાનું પારાયણ યોજાયું હતું, પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ કથામૃતનું પાન કરાવ્યું હતું. પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મોટાપુરુષના શબ્દોરૂપી અમૃતવાણી એક ફૂલમાં આખા બગીચાની ખુશ્બૂ અને સૌંદર્ય બક્ષે છે એ ન્યાયે  અબજીબાપાની વાતો સાંભળવાથી આપણામાં અનેક દોષો હોય તે નાશ પામે છે અને સદ્ગુણોની વૃદ્ધિ થાય છે. આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, નિત્ય ભગવાનનાં દર્શન કરવાથી દિવ્ય બળ, બુદ્ધિ અને શક્તિ પ્રાપ્ત થાય છે. મંદિરમાં જવાથી જ બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કારો ટકી રહે છે, તેથી મંદિરમાં જઈને નિત્ય દર્શન, સત્સંગ-સેવા કરવા જોઈએ. 

Panchang

dd