• રવિવાર, 22 માર્ચ, 2026

રાજ્ય સ્તરની ડી.જી.પી. કપ ચેસ ટૂર્ના.માં ભુજના ખેલાડી ચેમ્પિયન

ભુજ, તા. 21 : તાજેતરમાં સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે સમગ્ર ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે જી.પી. કપ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 46 સ્પર્ધકે ભાગ લીધો હતો, જેમાં પોલીસ હેડક્વાર્ટર ભુજ ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. (આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સપેક્ટર) સંજય વેલજીભાઈ દાવડા સાતમાંથી એક પણ રાઉન્ડ હાર્યા વગર ચેમ્પિયન બન્યા હતા. સંજય દાવડાને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમ સુખડેલુના હસ્તે ટ્રોફીથી સન્માનિત કરાયા હતા અને હવે નેશનલ ચેસ સ્પર્ધા માટે પસંદગી થતાં બોર્ડર રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડા, ડીવાયએસપી શ્રી ક્રિશ્ચિયન, હેડક્વાર્ટરના આર.પી.આઈ. રમેશ જેશિંગ રાતળા તેમજ સેકન્ડ ગ્રાઉન્ડ મેજર દોલત માનસિંગ ભાટ્ટીએ તેમને બિરદાવ્યા હતા. 

Panchang

dd