ભુજ, તા. 21 : ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ભુજ દ્વારા કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એકેડેમિયા ફોરમ
(કેઆઈએએફ)ના સહયોગથી તથા ફોકીઆના ઉપક્રમે ફેકલ્ટી અને સ્ટાફ માટે ઈન્વિટેશનલ રમત સ્પર્ધાનું
આયોજન કરાયું હતું. ટૂર્નામેન્ટમાં બોક્સ ક્રિકેટ, ટેબલ ટેનિસ
અને બેડમિન્ટન જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
કચ્છ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ફેકલ્ટી તથા સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો
હતો. સ્પર્ધામાં સરકારી પોલીટેકનિક ભુજના વ્યાખ્યાતાઓ
વિવિધ રમતોમાં વિજેતા બન્યા હતા. બોક્સ ક્રિકેટ (વુમન્સ)ની વિજેતા ટીમમાં ખેલાડીઓ કે.વી.
હરપાળ (કેપ્ટન), ડી.કે. રાવલ, ડો. એલ.કે.
સંઘવી, એસ.પી. જરાદી, આર. એ. વ્યાસ,
બી.બી. રાઠોડ, એસ.કે. ગોહિલ, ડો. આર.કે. સોની હતા તેમજ બોક્સ ક્રિકેટ (મેન્સ)ની વિજેતા ટીમમાં ખેલાડીઓ જે.કે.
પટેલ (કેપ્ટન), કે.એચ. સીજુ, પી.બી. ઠક્કર,
ડી.બી. લોકવાણી, આર.એચ. દાવડા, ડો. એમ.એન. દૂધરેજિયા હતા. ટેબલ ટેનિસ મેન્સ સિન્ગલમાં ડો. દૂધરેજિયા વિજેતા
બન્યા હતા. બેડમિન્ટન ડબલ્સ (મેન્સ)માં કે.એચ.
સીજુ, એ.આર. યાદવ રનર્સઅપ
બન્યા હતા. બેડમિન્ટન મિક્સ ડબલ્સમાં કે.વી. હરપાળ અને એચ.એસ. સોરઠિયા રનર્સઅપ
બન્યા હતા. સંસ્થાના આચાર્ય ડો. જી.વી. લાખાણીએ તેમને બિરદાવ્યા હતા.