• સોમવાર, 23 માર્ચ, 2026

એકજ દિવસમાં નર્મદા નિર માટે 2700 કરોડ મંજુર કરાવવા એ ઐતિહાસિક ઘટના

રાપર: તા.22. :  તાલુકાનાં નર્મદા કેનાલનાં કમાન્ડ એરિયામાં ન આવતાં રાપર તાલુકા ના 42 જેટલા ગામો અને ભચાઉ ના 14 ગામો માટે નર્મદાનાં નીર ઉપલબ્ધ કરાવવા માટે બજેટમાં એક જ દિવસમાં 2700 કરોડ મંજૂર કરાવવા એ ઐતિહાસિક બાબત કહેવાય એવો ભાવ આ ગામોનાં ખેડૂતો આગેવાનો અને સરપંચ સંગઠન દ્વારા આયોજિત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનાં અભિવાદન સમારોહમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. - આ યોજનાથી રાપર માટે સોનાનો સુરજ ઉગ્યો : ધારાસભ્ય ના નવનિર્મિત કાર્યાલય ખાતે આયોજિત સમારોહ મા  ઉદબોધન કરતા ભચાઉ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ અને યુવા આગેવાન કુલદીપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ યોજનાથી રાપર માટે સોનાનો સૂરજ ઊગ્યો કહેવાય! 2700 કરોડની આ યોજના બજેટમાં મંજૂર કરવામાં આવી એ ઐતિહાસિક બાબત છે.  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સિંચાઈ મંત્રી ઈશ્વરાસિંહ પટેલ સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ચૂંટણી વખતે ધારાસભ્યએ આપેલું વચન પૂર્ણ કરવાનો આનંદ હોવાનું જણાવી સબળ અને સક્રિય નેતૃત્વ અને ગ્રાઉન્ડ લેવલની ટીમથી જ રાપર વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ કામો થયાં હોવાનું કુલદીપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. - વાગડ વિકાસનો વિકલ્પ બન્યુ : રાપર પાણી યોજનાનું ખાત મુહૂર્ત ટૂંક સમયમાં : જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ વિકાસભાઈ રાજગોરે એક દિવસ જે વાગડનું ભવિષ્ય ધૂંધળું લાગતું હતું એ જ વાગડ વિકાસનો વિકલ્પ બની રહ્યું હોવાનું અને વાગડમાંથી હિજરત કરી ગયેલા લોકો પાછા વાગડમાં જ આવશે તેમ જણાવ્યું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની કામો પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવતાં તેઓ પોતાનાં શરીર કરતાં છેવાડાનાં માનવીની ચિંતા કરતાં હોવાનું જણાવ્યું હતું. જિલ્લા ભાજપનાં મંત્રી ઉમેશભાઈ સોનીએ આ યોજનાથી માત્ર 42 ગામો જ નહીં, હજારો લોકોનાં આશિર્વાદ મળે તેવું કામ હોવાનું જણાવ્યું હતું. રાપર માટે સુવઈથી 30 કરોડનાં ખર્ચે પાણી યોજનાનું ટૂંક સમયમાં જ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે જેનાથી રાપરને પેયજળની સમસ્યા કાયમ દૂર થશે અને નીલપર-1 અને 2 ડેમ આ 42 ગામોની યોજનામાં ભરાશે જેનો લાભ રાપરનાં ખેડૂતોને પણ મળશે. - 1333 કરોડ પાણી યોજના વાગડ માટે ભગીરથ કાર્ય સમાન : તાલુકા પંચાયતનાં પુર્વ પ્રમુખ હમીરજી સોઢાએ જણાવ્યું હતું કે ધારાસભ્યનાં પરિવારે ચાર પેઢીથી વાગડની ચિંતા કરી છે. 1333 કરોડનાં ખર્ચે આ યોજના એટલે ભગીરથ કાર્ય ગણાવી ધારાસભ્યની સક્રિયતા અને દીર્ઘદ્રષ્ટિને લીધે આ શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું. તાલુકા પંચાયતનાં પુર્વ કારોબારી ચેરમેન જયદીપાસિંહ જાડેજાએ ધારાસભ્યને વાગડનાં વિકાસનાં પર્યાય ગણાવી સૌથી વધુ ગ્રામ પંચાયત ભવન રાપર વિધાનસભા વિસ્તારમાં મંજૂર થયા હોવાનું અને 110 બેડની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ટૂંક સમયમાં જ લોકાર્પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સરપંચ સંગઠનનાં પ્રમુખ રામજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અગાઉનાં નેતાઓ અને અધિકારીઓએ કમાન્ડ એરિયામાં ન આવતાં ગામોને પાણી આપવાની યોજનાને અશક્ય ગણાવી નિરાશ કર્યા હતા પણ ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજાનાં સક્રિય પ્રયાસોથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનાથી આ અશક્ય યોજના સાકાર બની હોવાનું જણાવી આ ભગીરથ યોજના બદલ ધારાસભ્યનો સૌ સરપંચો અને આગેવાનો વતી આભાર વ્યક્ત કર્યો હતો. - વિવિધ સંગઠનો દ્વારા ધારાસભ્યનું સન્માન  : સરપંચ સંગઠન દ્વારા આયોજિત આ અભિવાદન સમારોહનું મહેમાનોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તાલુકા ભાજપનાં પ્રમુખ નશાભાઈ દૈયાએ શાબ્દિક આવકાર આપ્યો હતો. તાલુકા પંચાયતનાં પુર્વ ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, તાલુકા ભાજપનાં પુર્વ મહામંત્રી કાનજીભાઈ પટેલ, નામેરીભાઈ ઢીલા, વાઘજીભાઈ પ્રજાપતિ વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. રાપર સરપંચ સંગઠન, યોજનામાં સમાવિષ્ટ ગામોનાં સરપંચો અને આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાઓ, સોની સમાજ, લોહાણા સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ, ભરવાડ સમાજ, વિવિધ ગામનાં આગેવાનો, ભારતીય જનતા યુવા મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, મહિલા મોરચાની બહેનો વગેરે  સંગઠનો અને સમાજો દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું કચ્છી પાઘ, તલવાર, મોમેન્ટો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. - અગ્રણીઓની ઉપસ્થિતિ : આ પ્રસંગે નગરપાલિકાનાં પ્રમુખ ચાંદ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા, તાલુકા ભાજપ મહામંત્રી મહાદેવ ભૂષણ, ઉપપ્રમુખ કમલાસિંહ સોઢા, શહેર ભાજપ મહામંત્રી મદુભા વાઘેલા, ભીખાભાઈ ગોહિલ, સરપંચ સંગઠનનાં મહામંત્રી અકબરભાઈ રાઉમા, મહાદેવભાઈ જોગુ, કૌશિક બગડા, કિશોર મહેશ્વરી, કેશુભા વાઘેલા, મોહનભાઈ બારડ, પ્રદિપાસિંહ સોઢા, બળવંતભાઈ ઠક્કર, ભીખુભા સોઢા, વિનુભાઈ થાનકી, વિજયગીરી ગોસ્વામી, મહિલા મોરચાનાં બહેનો, તાલુકા તથા શહેરનાં વિવિધ મોરચાનાં કાર્યકરો સહીત ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન તાલુકા ભાજપનાં મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલાએ કર્યું હતું  

Panchang

dd