• સોમવાર, 23 માર્ચ, 2026

ઉચ્ચ બેઠકમાં મોદીની ઈંધણ સંકટ મુદ્દે ચર્ચા

નવી દિલ્હી, તા. 22 : ઈરાન યુદ્ધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે પોતાના સત્તાવાર આવાસ `સાત લોક કલ્યાણ માર્ગ' ઉપર એક ઉચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સરકારના વરિષ્ઠ મંત્રી અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને પેટ્રોલિયમ, ક્રુડ, ગેસ, વીજળી અને ખાતર ક્ષેત્ર સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકનો મુખ્ય હેતુ દેશમાં તેલ, ગેસ, ખાતર સહિતની તમામ જરૂરી વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવાનો હતો. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, વિદેશમંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર તેમજ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા સહિત અન્ય વરિષ્ઠ મંત્રીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા. મધ્ય પૂર્વના સંકટ વચ્ચે સરકાર તેલ, ગેસ, ખાતરની નિર્બાધ આપૂર્તિ યથાવત્ રાખવા પહેલાથી જ સક્રિય પગલા ભરી રહી છે. 12 માર્ચે પીએમ મોદીએ કહ્યું હતું કે ઈરાન યુદ્ધે વૈશ્વિક ઉર્જા સંકટને જન્મ આપ્યો છે. જે લોકોના ધૈર્ય અને સમજદારીની પણ પરીક્ષા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ પડકારનો સામનો શાંતિધૈર્ય અને જનજાગૃતતા સાથે કરવો પડશે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની સરકાર ગ્લોબલ સપ્લાઈ ચેનમાં આવેલી બાધાઓને દૂર કરવા માટે સતત કામ કરી રહી છે.  

Panchang

dd