• સોમવાર, 23 માર્ચ, 2026

એઆઈ ચુકાદા આપવામાં માથું ન મારે

બેંગલોર, તા. 22 : દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અંગે મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, એઆઈ ન્યાયતંત્રને મદદ ભલે કરે, પરંતુ ફેંસલા (ચુકાદા) આપવાના કામમાં દખલ ન કરે. ન્યાયના ફેંસલા આપવામાં એઆઈ માથું ન મારે... એ કામ માનવી (ન્યાયમૂર્તિ)ના હાથમાં જ રહેવું જોઈએ, તેવું મુખ્ય ન્યાયમૂર્તિ એ જણાવ્યું હતું. સૂર્યકાંતે સૂચવ્યું હતું કે, એઆઈને એ રીતે ન્યાયતંત્રની પ્રણાલીમાં સામેલ કરવું જોઈએ જ્યાં તે વ્યવસ્થાને મજબૂત કરે. બેંગલોરમાં સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશનના રાષ્ટ્રીય સંમેલનને સંબોધતાં સીજેઆઈ બોલ્યા હતા કે, એઆઈ અમારાં અસલી કામને કમજોર કરી ન શકે. ડેટા-રેકોર્ડ સંભાળવા, પેટર્ન ઓળખવી અને સિસ્ટમમાં થતા વિલંબને ઘટાડવામાં એઆઈને મદદ કરી શકે. કાયદાના વ્યવસાયમાં લૈંગિક સમાનતા અંગે સૂચનમાં મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, સરકારી વકીલો અને મફત કાનૂની સહાયની સમિતિમાં કમસેકમ 50 ટકા મહિલાને સામેલ કરવી જોઈએ. 

Panchang

dd