મુંબઈ, તા. 22 : ટી-20 વિશ્વ કપ સતત બીજીવાર જીતીને
ઈતિહાસ રચનાર ટીમ ઇન્ડિયા હવે આઇપીએલ બાદ આયરલેન્ડ અને ઇંગ્લેન્ડનો ટૂંકો પ્રવાસ ખેડશે.
બીસીસીઆઇએ આયરલેન્ડ વિરુદ્ધના બે અને ઇંગ્લેન્ડ વિરુદ્ધની પાંચ મેચની ટી-20 ઇન્ટરનેશનલ મેચની શ્રેણીનો
કાર્યક્રમ જાહેર કર્યો છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમ આઇપીએલની સમાપ્તિ
બાદ જૂનમાં આયરલેન્ડનો પ્રવાસ કરશે. આયરલેન્ડ સામેની શ્રેણી પછી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ
જશે અને ત્યાં પાંચ મેચની ટી-20 શ્રેણી રમશે.
જે 1 જુલાઈથી શરૂ થશે. આયરલેન્ડ અને ભારત વચ્ચે પહેલી ટી-20 મેચ 26 જૂને અને બીજી મેચ 28 જૂને રમાશે. બન્ને મેચ બેલફાસ્ટ
સિવિલ સર્વિસ ક્રિકેટ કલબ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેદાન પર ટીમ ઇન્ડિયા 2007 પછી પહેલીવાર રમશે. જ્યારે
1 જુલાઇથી 11 જુલાઇ દરમિયાન ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં
પાંચ ટી-20 મેચ રમશે. જેનો સંપૂર્ણ કાર્યક્રમ
બાદમાં જાહેર થશે. ટીમ ઇન્ડિયા 1પ દિવસના
ગાળામાં 7 ટી-20 મેચ રમશે.