• સોમવાર, 23 માર્ચ, 2026

રાષ્ટ્રના નિર્માણ માટે સ્વથી શરૂઆત કરવા હાકલ

કોડાય (તાલુકો માંડવી), તા. 22 : `પંચ પરિવર્તન'ના સંકલ્પ સાથે તાલુકાના બિદડા મંડળમાં `િવરાટ હિન્દુ સંમેલન' યોજાયું હતું, આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ સમાજમાં એકતા, જાગૃતિ અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે નવી ઊર્જા પ્રેરિત કરવાનો હતો, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.પ્રારંભે સંતો અને અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. સ્વાગત પ્રવચન રોહિતભાઈ સોનીએ કર્યું હતું  કાર્યક્રમમાં પૂ. મહંત કોઠારી વિશ્વંભરગીરીજી બાપુ, પૂ. લઘુ મહંત સુરેશદાસજી ગુરુ શાંતિદાસજી મહારાજ (રવિભાણ આશ્રમ, વિરાણી મોટી), શાસ્ત્રી કશ્યપભાઈ જોષી (કથાકાર મોટા ભાડિયા), પૂ. માતંગ પચાણદાદા (પ્રમુખ અખિલ ભારત માતંગ મંડળ સેવા ટ્રસ્ટ છસરા), જીતુગીરીજી બાવાજી, જિજ્ઞેશભાઈ જોષી, ગોડકબાપુ, મોહનભાઈ ભુવાજીએ યુવાનોને ભારતનું ભવિષ્ય ગણાવી દેશ માટે ઉપયોગી બનવા જણાવ્યું હતું. તેમણે હિન્દુ સમાજને એકજૂટ થવાની હાકલ કરી લવજેહાદને નાટક રૂપે રજૂ કરી સાવધાની વર્તવાના સંદેશા સાથે મોબાઈલના દુરુપયોગથી બચવા શીખ આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સામાજિક અગ્રણી ભવાનજીભાઈ ભાણજીભાઈ રામાણી રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય વક્તા  ધનજીભાઈ ગાવિંદભાઈ ગોરસિયા (સૌરાષ્ટ્ર પ્રાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)એ પોતાના સંબોધનમાં રાષ્ટ્રના નિર્માણ તથા હિન્દુ સમાજને એકજૂટ રહેવા, સંસ્કૃતિને જાળવવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સ્વથી શરૂઆત કરવા હાકલ કરી હતી. સવારે શ્રીરામ મંદિરથી ઓતરા યક્ષદેવ મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ વિરાટ હિન્દુ સંમેલન બિદડા મંડળના વિવિધ ગામો બિદડા, ફરાદી, નાની ખાખર, નાના-મોટા ભાડિયા, ત્રગડી, ગુંદિયાળી, પીપરી, શ્રીરામનગર, તલવાણા અને આસપાસના ગામોના સંયુક્ત પ્રયાસોથી આયોજિત કરાયું હતું. જેમાં આજુબાજુના દરેક સમાજના પ્રમુખો થતા સામાજિક, રાજકીય અગ્રણીઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વિરાટ હિન્દુ સંમેલન સમિતિ બિદડા મંડલ દ્વારા કરાયું હતું, આ તકે દીકરીઓએ તલવારબાજી રજૂ કરી હતી. ગં.સ્વ. રાજબાઈ મૂળજી દેઢિયા હસ્તે શ્રીમતી મીરાબેન વલ્લભજી, સ્વ મણિશંકર વીરજી પેથાણી હસ્તે ગં.સ્વ. મંજુલાબેન મણિશંકર પેથાણી, સ્વ. બચુભાઈ રાંભિયા હસ્તે હેમંતકુમાર રાંભિયા, શરદ રાંભિયા, સ્વ. હીરજી પદમાસિંહ છેડા હસ્તે રાજેશ હીરજી છેડા, કલ્યાણજી માવજી પટેલ હસ્તે હેમંતકુમાર રાંભિયા, મણિલાલ માવજી પટેલ ફુરિયા હસ્તે સમસ્ત પરિવાર, પ્રેમચંદ માણેકચંદ મહેતા પરિવાર, શાંતિભાઈ હર્ષિભાઈ નરાસિંહભાઈ દેઢિયા, કોમલભાઈ સાવલા, વાલજીભાઈ નાનજીભાઈ રંગાણીવિજયભાઈ છેડા (બિદડા) સહિતના સહયોગી બન્યા હતા. સંચાલન ડો. ખુશાલ ચંદ્રગા અને ધવલ સંઘારે કર્યું હતું. આભારવિધિ મંગલ સંઘારે કરી હતી. 

Panchang

dd