• સોમવાર, 23 માર્ચ, 2026

નમોનાં નામે નવો વિક્રમ

નવી દિલ્હી, તા. 22 : ગૃહરાજ્ય ગુજરાતથી સક્રિય રાજનીતિની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નામે નવા વિક્રમનો ઉમેરો થયો છે. મોદી ભારત દેશમાં સૌથી લાંબા સમય સુધી સરકારના સૂત્રધાર રહેનાર નેતા બની ગયા છે.ગુજરાતના મુખ્યમંત્રી અને પછી ભારતના વડાપ્રધાન એમ સરકારોના પ્રમુખના રૂપમાં મોદીએ 8931 દિવસ પૂરા કરીને સિક્કીમના પૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગનો 8930 દિવસનો વિક્રમ તોડી નાખ્યો છે. ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી અને ત્રણવાર વડાપ્રધાન બનેલા મોદી એક એવા વડાપ્રધાન પણ છે, જેમની પાસે મુખ્યમંત્રી તરીકે કામ કરવાનો સૌથી લાંબો અનુભવ છે.મોદી માત્ર છ વર્ષની વયે કોંગ્રેસ તરફથી મહાગુજરાત આંદોલનમાં સામેલ થયા. પછી આઠ વર્ષની ઉમરથી આરએસએસ સાથે જોડાઈ ગયા હતા. સાતમી ઓકટોબર, 2001ના 51 વર્ષની વયે ધારાસભ્ય બન્યા વગર જ મોદી ગુજરાતના 14મા મુખ્યમંત્રી બન્યા હતા. કુલ્લ 24 વર્ષમાંથી 14 વર્ષ સીએમ રહ્યા અને હવે મોદી ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 4318 દિવસ પૂરા કરી ચૂક્યા છે. ઈંદિરા ગાંધી 4077 દિવસ, પંડિત જવાહરલાલ નેહરુ સૌથી વધુ 6126 દિવસ પીએમ રહ્યા હતા. 

Panchang

dd