• સોમવાર, 23 માર્ચ, 2026

ઘડુલીની છાત્રાને સહપાઠીએ મરવા મજબૂર કર્યાની ફરિયાદ

ભુજ, તા. 22 : થોડા દિવસ પહેલાં લખપત તાલુકાનાં ઘડુલીમાં ધો. 12માં ભણતી છાત્રાએ ફાંસો ખાઈ જીવ દીધો હતો, જેમાં સ્યૂસાઈડ નોટના આધારે સહપાઠીએ મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ દાખલ થઈ છે. આ અંગે દયાપર પોલીસ મથકે ધો. 12માં અભ્યાસ કરતા આરોપી કિશોર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે તપાસકર્તા પી.આઈ. વી.બી. પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, બનાવ ગત તા. 13 માર્ચના બપોરના સમયે બન્યો હતો. હતભાગી કિશોરીએ પોતાનાં ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક કિશોરીએ મરતાં પહેલાં સ્યૂસાઈડ નોટ લખી હતી, જેમાં આરોપી સહપાઠીનો નામજોગ ઉલ્લેખ કરી `મારાથી સહન નથી થતું તેમને  કડક સજા અપાવી ન્યાય અપાવજો' તેવું ચાર લીટીની સ્યૂસાઇડ નોટમાં જણાવેલું હતું. જો કે, હાલ આ મામલે પોલીસે આરોપી કિશોર સામે ગુનો દાખલ કરી સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી આરોપીને ઝડપવા કાર્યવાહી કરી છે. 

Panchang

dd