• સોમવાર, 23 માર્ચ, 2026

સ્થા. સ્વરાજ્ય જંગ માટે કચ્છમાં મતદાન મથકોનું પુન:ગઠન

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 22 : રાજ્યની સાથે કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સંભવત: એપ્રિલના અંત અથવા તો મેના આરંભે નગરપાલિકા અને જિલ્લ-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય તેવી સંભાવના છે, ત્યારે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતદાન મથકનાં પુન:ગઠન સાથે મતદારયાદીની પ્રસિદ્ધિ માટેની કવાયત આરંભી છે, જેથી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. - આજે મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : કચ્છમાં જિલ્લા પંચાયતની 38, નવ તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનારી છે, ત્યારે 23 માર્ચ સોમવારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરાશે. એક સપ્તાહ સુધી વાંધા સાંભળ્યા બાદ 30 તારીખે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરાશે. આ પછી નગરપાલિકા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.  - મતદાન મથકોનું પુન: ગઠન : સરની હાથ ધરાયેલી પ્રક્રિયા પશ્ચાત કચ્છમાં મતદાન મથકોની સંખ્યામાં વધારો થયો છે. કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશ અંતર્ગત હવે એક મતદાન મથકમાં 1200 મતદારની મર્યાદા નિશ્ચિત કરાતાં જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા વધીને 2013 થઈ છે. આ તમામ મતદાન મથકોની વર્તમાન સ્થિતિ ચકાસવા સહિતની કામગીરી તંત્રવાહકો દ્વારા હાથ ધરવામાં આવી છે. - તૈયારીનો ધમધમાટ  : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ હવે વેગ પકડી રહી છે. બસ હવે તારીખ સત્તાવાર રીતે જાહેર થાય તેની વાટ જોવાઈ રહી છે. ચૂંટણી કામગીરીને પાર પાડવા માટે સ્ટાફની ફાળવણી કરવા સહિતની કવાયત પણ હાથ ધરી દેવામાં આવી છે. 

Panchang

dd